તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Bcom The Syndicate Will Be Recommended For Registration In The External Affairs Position 072634

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બી.કોમ. એક્સટર્નલની પદવી સ્ટેચ્યૂટમાં નોંધવા સિન્ડિકેટને ભલામણ કરવામાં આવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

યુજીસી અને રાજ્ય સરકારના આદેશનો એક્સટર્નલ અભ્યાસક્રમ ઓડીએલ મોડ પર ચલાવવાના આદેશનો ઉલાળિયો કરી દીધા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ હવે ‌વધુ એક પરાક્રમ કરવાની દિશામાં ડગ માંડ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ.ના અભ્યાસક્રમનો સ્ટેચ્યૂટમાં સમાવેશ ન હોવાના ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ બાદ કુંભકર્ણ નિદ્રામાંથી જાગેલા સત્તાધીશોએ હવે બી.કોમ. એક્સટર્નલની પદવી સ્ટેચ્યૂટમાં નોંધવા સિન્ડિકેટને ભલામણ કરવાનો
ઠરાવ એકેડેમિક કાઉન્સિલમાં કરવા દરખાસ્ત કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરુવારે એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાનાર છે. જેમાં કોલેજોના જોડાણને બહાલી ઉપરાંત ફેકલ્ટી ઓફ કોમર્સમાં સમાવેશ નહીં પામનારા બી.કોમ. એક્સટર્નલની પદવીને સ્ટેચ્યૂટ‘158’(8)માં નોંધવા સિન્ડિકેટમાં ભલામણની દરખાસ્ત કરવામાં આવી છે.

વાણિજ્ય વિદ્યાશાખાએ ગત 12-9-2001ના સભામાં ઠરાવ કર્યો હતો જેમાં વાણિજ્ય વિદ્યાશાખામાં એફવાયબીકોમ., એસવાયબીકોમ તથા થર્ડ બીકોમ. માર્ચ ટુ માર્ચ એક્સટર્નલ પરીક્ષા પદ્ધતિ દાખલ કરવા એકેડેમિક કાઉન્સિલને ભલામણ કરવામાં આવે છે તેમ ઠરાવ્યું હતું. ત્યારબાદ 1-10-2001ના રોજ મળેલી એકેડેમિક કાઉન્સિલની સભામાં વાણિજ્ય વિદ્યાશાખાની ભલામણ મંજૂર કરવા ઠરાવી કમ્પ્યૂટર સાયન્સ જેવા પ્રેક્ટિકલ વિષયને મંજૂરી ન આપવા
ઠરાવાયું હતું.

ઈમ્પેક્ટ

સિન્ડિકેટને ભલામણ કરવાનો ઠરાવ એકેડેમિક કાઉન્સિલમાં કરવા દરખાસ્ત

એક્સટર્નલના અભ્યાસક્રમમાં દિવ્ય ભાસ્કરે જે કહ્યું’તું તે અંતે યુનિ.એ કરવું પડ્યું

B.Sc.નો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો નવો અભ્યાસક્રમ શરૂ કરાશે

સ્ટડી ઇન ગુજરાત હેઠલ બી.એસસી.(હોનર્સ)નો ચાર વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવા અને તે અભ્યાસક્રમનું સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ અભ્યાસક્રમોના ધોરણ મુજબનું નિયત કરવા એકેડેમિક કાઉન્સિલને ભલામણ કરવામાં આવી છે.

જોડાણ રિન્યૂની દરખાસ્ત કરનારી 18 કોલેજમાં આચાર્ય જ નથી

એકેડેમિક કાઉન્સિલમાં કોલેજોના જોડાણ રિન્યૂની 30 જેટલી દરખાસ્ત કરવામાં આવી છે જેમાંથી 18 કોલેજો આચાર્ય વગરની છે છતાં તેમના જોડાણ મંજૂર કરી દેવાશે. આશ્વર્યજનક બાબત તો એ છે કે 2 કોલેજ તો આચાર્ય ઉપરાંત ગ્રંથપાલ અને પીટીઆઇ પણ ધરાવતા નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો