તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટેચ્યૂટમાં બી.કોમ. એક્સ.ના કોર્સને મંજૂરી ન અપાયાનો પર્દાફાશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા એક્સટર્નલ અભ્યાસક્રમ યુજીસીના ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યૂરોની મંજૂરી વગર ચાલતા હોવાના તૂતનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યા બાદ પૂર્વ સત્તાધીશોનું વધુ એક મોટું કારસ્તાન પ્રકાશમાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટેચ્યુટમાં બી.કોમ. એક્સટર્નલના અભ્યાસક્રમને મંજૂરી જ ન અપાયાની ચોંકાવનારી હકીકત

બહાર આવી છે જેના પરિણામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યાર સુધી બી.કોમ. એક્સટર્નલનો અભ્યાસ કરનારા તમામ વિદ્યાર્થીઓની ડિગ્રી જ અમાન્ય હોવાનું સ્પષ્ટ થયું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપનાકાળથી જ એક્સટર્નલ અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભ્યાસક્રમો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટેચ્યુટ, એક્ટ અને ઓર્ડિનન્સમાં મંજૂર કરી ચલાવવામાં આવતો હોવાનો દાવો સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલની રચના થયા બાદ ચાલતા એક્સટર્નલ અભ્યાસક્રમો માન્યતા વગર ચાલતા હોય તેની ડિગ્રી અમાન્ય હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલને યુજીસીના છત્ર હેઠળ ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યૂરોના નામે લેવાયા બાદ કોઇપણ એક્સટર્નલ અભ્યાસક્રમ ચલાવવો હોય તો ઓડીએલ એક્ટની

...અનુસંધાન પાના નં. 8

(વધુ અહેવાલ પાના નં.2 પર )

 બ્રેકિંગ
અન્ય સમાચારો પણ છે...