તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Bbsc Semester Vi Bio Chemistry Prints Old Course Paper Instead Of New 072559

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‌બીએસસી સેમેસ્ટર-6માં બાયો કેમિસ્ટ્રીનું નવાના બદલે જૂના કોર્સનું પેપર છપાઇ ગયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પેપરોમાં થતા છબરડાનો ભોગ વિદ્યાર્થીઓ ન બને તે માટે કરેલા નવતર પ્રયોગ તો કર્યો પરંતુ સફળતા મળી નથી અને બી.એસસી. સેમેસ્ટર-6ની બાયો કેમિસ્ટ્રીના પેપરમાં નવાના બદલે જૂના કોર્સનું પેપર છપાઇ ગયું હતું અને તે વિદ્યાર્થીઓને આપી દેવાયા બાદ નવું પેપર તાત્કાલિક તૈયાર કરી વિદ્યાર્થીઓને અપાયું હતું.

યુનિ.ની બેદરકારીથી વિદ્યાર્થીઓ પરેશાન

અડધી કલાક બગડી હોય વધુ સમય અપાયો

બીએસસી સેમેસ્ટર-6માં જૂના કોર્સનું પેપર આપી દેવાયા બાદ નવા કોર્સનું પેપર આપવામાં અડધી કલાક જેટલો સમય લાગ્યો હતો. વિદ્યાર્થીઓની અડધી કલાક બગડી હોવાથી તેમને વધારાનો સમય પેપર લખવા માટે અપાયો હતો.> ડો.આર.પી.ભટ્ટ, પ્રિન્સિપાલ, કોટક સાયન્સ કોલેજ

LLB-BCAના પેપરમાં પ્રિન્ટિંગ મિસ્ટેક

એલએલ.બી. સેમેસ્ટર-6 અને બીસીએ સેમેસ્ટર-6ના પેપરમાં પણ પ્રિન્ટિંગ મિસ્ટેક થયાનું બહાર આવ્યું હતું. જો કે આ ભૂલ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે 20 મિનિટમાં સુધારીને તમામ કોલેજને વોટ્સએપ મેસેજથી જાણ કરી દીધી હતી. જેમાં કાયદાના પેપરમાં અંગ્રેજી વર્ઝનમાં સ્પેલિંગ મિસ્ટેક અને બીસીએના પેપરમાં વર્ષ લખવામાં ભૂલ થઇ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો