તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Ban Labs Gives 1200 Workers Two Months39 Pay And 5 Thousand Kit Free Of Life Requirement 072046

બાન લેબ્સે 1200 કર્મીને બે માસનો પગાર અને જીવન જરૂરિયાતની 5 હજારની કિટ ફ્રી આપી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એકબાજુ કોરોના વાઈરસથી લોકો ભયભીત થયા છે ત્યારે બીજી બાજુ શહેરની ખાનગી કંપની બાન લેબ્સે અત્યારની વિકટ પરિસ્થિતિમાં પોતાના કર્મચારીઓનો સધિયારો બની છે અને કંપનીના 1200 કર્મચારીઓને આવતા બે મહિનાનો પગાર એડવાન્સ આપ્યો છે. તેમજ તમામ કર્મચારીઓને રૂ. 5000 હજારની કિટ ફ્રી આપી છે જેમાં તેલનો ડબ્બો અને સેનિટાઈઝર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.કોરોના વાઈરસને પગલે શહેરમાં બજારો, મોલ સહિતની તમામ વ્યવસ્થા બંધ કરવામાં આવી રહી છે ત્યારે આ વાઈરસ સામે લડત આપવા અને સાવચેતીના ભાગરૂપે બાન લેબ્સ પ્રા.લિ દ્વારા આગામી તારીખ 23 માર્ચથી એક સપ્તાહ સુધી ઓફિસ બંધ રાખી તેમજ વર્ક ફ્રોમ હોમ એટલે કે સૌએ પોતાના ઘરેથી શક્ય એટલું કામ કરવું તે માટે નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત બાન લેબ્સમાં કામ કરતા તમામ કર્મચારીઓને 2 માસનો પગાર એડવાન્સ આપી દેવાયો છે. આ ઉપરાંત કંપનીના બંને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જે ઉત્તરાખંડ અને હિમાચલમાં આવેલા છે ત્યાં પણ મોટાભાગના ડિપાર્ટમેન્ટ પર અનેક પ્રકારના રિસ્ટિક્શન મુકાયા છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યું છે કે, કંપનીના કોઈપણ કર્મચારીને કોઈપણ પ્રકારની મદદની જરૂર પડે તો કંપની પૂરેપૂરો સહકાર આપશે. બાન લેબ્સ દ્વારા કોરોના વાઈરસના સંક્રમણ સામે સાવચેતીના પગલાં રૂપે નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...