તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Ayushman Card Scam Involve Not Only The Operator But Also The Doctors 071555

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયુષ્માન કાર્ડ કૌભાંડ | માત્ર ઓપરેટર જ નહિ, તબીબોની પણ તેમાં સંડોવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યભરમાં એક જ આઈડી પરથી લાભાર્થી ન હોય તેવા લોકોને આયુષ્માન કાર્ડ કાઢવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ રાજકોટમાં ઓપરેટરોને છૂટા કરવામાં આવ્યા છે. આખું કૌભાંડ માત્ર ઓપરેટરોએ જ આચર્યું હોય તેવું ચિત્ર ઊભું કરાયું છે. ઓપરેટર મનફાવે તેમ એન્ટ્રી કરી આપતા અને કાર્ડ નીકળતા હતા તેવો આભાસ ઊભો કરાયો છે પણ હકીકતે ઓપરેટર ફક્ત અરજી કરતા હતા એપ્રૂવ કરવાની જવાબદારી તબીબો પર હતી. અરજીમાં નામ યોગ્ય છે કે નહીં લાભાર્થી યોગ્ય છે કે નશીં દસ્તાવેજો ચકાસીને અરજી એપ્રૂવ થાય પછી જ કાર્ડ નીકળે જો પેન્ડિંગ હોય અથવા તો રિજેક્ટ કર્યું હોય તો પણ કાર્ડ નીકળતું નથી. તેથી આ કૌભાંડમાં જેટલા ઓપરેટરોની સંડોવણી ખૂલી છે તેમની સાથે તબીબો પણ એટલા જ જવાબદાર છે પણ તેમને છાવરવા માટે કોઇ પગલાં લેવાયા નથી.

આ રીતે આયુષ્માન કાર્ડની પ્રક્રિયા થાય
ઓપરેટર લાભાર્થીના પરિવારમાં કોઇ વ્યક્તિનો ઉમેરો કરે એટલે સિસ્ટમમાં સંબંધ સિલેક્ટ કરી તેને લગતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે.

ઓપરેટર અરજી સબમિટ કરે એટલે તે મંજૂરી માટે જાય

મંજૂર કરવા માટે આરબીએસકે ડોક્ટર તેમજ મેડિકલ ઓફિસરની ટીમ હોય છે

દરેક પાસે આઈડી હોય છે અને તે આઈડી પરથી તમામ અરજીઓ જોઈ શકે છે

આ અરજીઓ ચકાસી, દસ્તાવેજોની ખરાઈ કર્યા બાદ તેણે મંજૂરી આપવાની હોય છે

મંજૂરી આપે એટલે કાર્ડ બનવા માટે તૈયાર થઈ જાય છે

સદરમાં એક જ ટેબલ પરથી અધિકારીનું લોગીન મળ્યું
સદર વિસ્તારમાં દ.શા. સોરઠિયા વણિક સમાજ માટેના કાર્ડ કાઢવામાં પ્રતિ વ્યક્તિ 700 રૂપિયાની માતબર રકમ પડાવાતી હતી. તેમાં કૌભાંડી ઓપરેટરે ભરૂચના તાલુકા આરોગ્ય અધિકારી સાથે સાઠગાંઠ કરીને તેનું આઈડી મેળવી લીધું હતું. એક જ ટેબલ પરથી તે અરજી ભરતો અને ત્યાંથી અધિકારીના લોગીન પરથી મંજૂર પણ કરી લેતો. પોલીસે આ કેસમાં ઓપરેટર ઉપરાંત ભરૂચના આરોગ્ય અધિકારીની પણ ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો