તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાઅો માટે અથાણા સ્પર્ધા-મ્યુઝિકલ હાઉસીનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લોહાણા મૈત્રી મહિલા મંડળ બેડીનાકા વિસ્તાર દ્વારા બહેનો માટે સૌરાષ્ટ્ર સમર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સિઝનલ અથાણા બનાવવાની સ્પર્ધા અને મ્યુઝિકલ હાઉસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કરણપરા ખાતે આવેલી લોહાણા સમાજની કેસરિયા વાડી ખાતે ગુરુવારે સાંજે 4 થી 7 કલાકે યોજાશે. કાર્યક્રમમાં બહેનો માટે ડ્રેસકોડ લેરિયાનો રાખવામાં આવ્યો છે.જેમાં બહેનો કોઈ પણ કલરનું લેરિયું પહેરી શકશે.મંડળના મંત્રી અંજનાબેન હિંડોચાના જણાવ્યાનુસાર બહેનોને નવી પ્રવૃત્તિ મળે અને બાળકોને નવો સ્વાદ મળે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર અન્ય મહિલાઓ પણ ભાગ લઈ શકશે. બહેનોએ અથાણાં ઘરેથી બનાવીને લાવવાના રહેશે. હાઉસીમાં અલગ-અલગ પ્રકારની ગેમ્સ રમાડવામાં આવશે. સારા અથાણાં બનાવનાર તેમજ ગેમ્સમાં વિજેતા થનારને પ્રોત્સાહનરૂપે ઈનામો આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...