મહા મહિનો મધ્યાહ્ને, પવનની દિશા ફરતા તાપમાન વધ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પવનની દિશા બદલાઇ જતા શહેરના તાપમાનમાં અચાનક પરિવર્તન આવ્યું છે. દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 34.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. પરિણામે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થયો હતો. તાપમાનનો પારો અચાનક વધી જતા મહા મહિનો મધ્યાહ્ને તપી રહ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જો કે વહેલી સવારે અને મોડી રાત્રે હજુ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.

બુધવારે સવારથી જ મહત્તમ તાપમાનનો પારો 18.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. ધીમે ધીમે તાપમાનનો પારો ઊંચે ચડતો ગયો હતો.મંગળવારની સરખામણીએ તાપમાનનો પારો 2 ડિગ્રી વધ્યો હતો. પહેલી ફેબ્રુઆરીએ તાપમાન 9 ડિગ્રી હતું અને 12 ફેબ્રુઆરીના રોજ 18.7 ડિગ્રીએ પહોંચ્યું હતું.

દિવસે ઉનાળા જેવી ગરમી, સવારે અને રાત્રે ઠંડી રહી

હવે શું?

પવનની દિશા ફરી જતા હજુ બે ત્રણ દિવસ આ જ રીતનું વાતાવરણ રહેશે. ત્યારબાદ ઠંડીનો ફરી રાઉન્ડ શરૂ થશે.જો કે આ ઠંડી સામાન્ય જ રહેશે.

શું કામ આવું થયું?

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે પવનની દિશા ફરી જવાથી તાપમાનમાં ફેરફારો આવ્યા છે. પહેલા નોર્થથી ઈસ્ટ બાજુનો પવન હતો હાલ ઈસ્ટ તરફથી પવનની દિશા છે.
અન્ય સમાચારો પણ છે...