તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશુ પટેલનો મોરબીના જ્ઞાનોત્સવમાં આજે ટોક શો: લાઈફ અનલિમિટેડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીમાં પ્રખ્યાત લેખક - પત્રકાર અને દિવ્ય ભાસ્કર ના કોલમીસ્ટ આશુ પટેલના ટોક શો લાઈફ અનલિમિટેડનું આયોજન થયું છે. જ્ઞાનોત્સવમા શનિવારે સવારે કાર્યક્રમ માણવા મળશે. જેમાં રોહન રાંકજા અને ઉધોગપતિ મોરબી કલોક મેયુફેકચારિંગ એસોસિયેશન ના પ્રમુખ શશાંકભાઈ ડંગી આશુ પટેલ સાથે ફિલ્મ અને અંડરવર્લ્ડ વિશેના લેખન દરમિયાન થયેલા અનુભવોથી માંડીને જીવનના અનુભવો વિશે સંવાદ કરશે. યુવા જ્ઞાનોત્સવમાં લેખક-વક્તાઓના વક્તવ્યની સાથે પુસ્તકમેળો યોજાશે અને વળતરથી વેચાણ થશે. જ્ઞાનોત્સવને ‘સિરામિક એસોસિયેશન, ક્લોક એન્ડ પાર્ટ્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશન અને ઉદ્યોગગૃહોનો સહકાર મળ્યો છે.12મીએ સવારે 9થી11 મહિલા માટે હેલ્ધી ફૂડ કોમ્પિટિશન યોજાશે. ઓર્ગેનિક વસ્તુનું ઉત્પાદન કરતા ખેડૂતના સ્ટોલસ પણ અહીં હશે અને ટ્રાફિક અવેરનેસ, મતદાન જાગૃતીથી લઈને અન્ય માહિતી પણ હશે. યુવા જ્ઞાનોત્સવ ઉપરાંત બાળકો માટે ખાસ આપણા દેશની રક્ષા કાજે વપરાતાં શસ્ત્રોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે.

આશુ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો