તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેમ આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણાં દિવસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેમ આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણાં દિવસ થી રાજકોટનાં યુવક યુવતિઓને 94.3 માય એફએમ કહી રહ્યું છે”પહેલી બાર વોટ યાર”.જેમ જિંદગીના તમામ પ્રથમ અનુભવો યાદગાર હોય છે એ જ રીતે સૌ કોઈનો મત આપવાનો પ્રથમ અનુભવ પણ યાદગાર હોય છે.જેને અંતર્ગત 94.3 માય એફએમ દ્વારા સ્લર્પ વિથ સેલેડ ન્યુ 150 ફિટ રોડ ખાતે આયોજિત મિટ એન્ડમાં રાજકોટનાં નવ યુવકો એ રાજકોટ શહેરનાં કલેક્ટર ડૉ. રાહુલ ગુપ્તાને મન મુકીને પ્રશ્નો પુછ્યા હતા અને સામે કલેક્ટરે પણ સ્લર્પ વિથ સલાડની મિજબાની સાથે તમામ યંગસ્ટર્સ પાસેથી વોટ કરવાની બાહેંધરી લીઘી હતી.

આ તકે કલેક્ટરની સાથે શ્રીમતી અનુજા ગુપ્તા, પરિમલ પંડ્યા સાહેબ (RAC) લોકલાડીલા ગાયક કિર્તીદાન ગઢવી, તેમજ ડીસ્ટ્રીકટ એજ્યુકેશન ઓફિસર હાજર રહ્યા હતા અને લોકોને ખાસ અપીલ કરી હતી કે વધુને વઘુ માત્રામાં મત આપો અને દેશનો મહાતહેવાર ઉજવો,જેને અંતર્ગત આર.જે આભા અને આર.જે જય બન્યા છે રાજકોટનાં બ્રાન્ડ એમ્બેસેડર.તો આવો સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ કે અચુક મત આપશું અને સુવર્ણ ભવિષ્યનું નિર્માણ કરીશું.

અન્ય સમાચારો પણ છે...