તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News As The Summer Starts The State Government Has Given The River And Lake 034537

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળો શરૂ થતાં જ રાજ્ય સરકારે નદી અને તળાવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉનાળો શરૂ થતાં જ રાજ્ય સરકારે નદી અને તળાવ તેમજ ડેમ ઊંડા ઉતારવા માટે સુઝલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરી દીધો છે. રાજકોટ જિલ્લામાં આ કામનો પ્રારંભ ગોંડલથી કરાયો છે અને આ વખતે કુલ 14.69 કરોડના ખર્ચે 479 કામ હાથ ધરવામાં આવશે. જો કે, તેમાં સિંચાઈ કે પીવા માટે સ્ત્રોત તરીકે કશું લેવા દેવા ન હોય તેવા રૈયા સ્માર્ટ સિટી વિસ્તારના બે તળાવો પાછળ 6 કરોડનો ખર્ચ મનપા કરશે.

સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો અર્થ પીવા તેમજ સિંચાઈ માટે સ્ત્રોતોનો જળજથ્થો વધારવા માટે તળાવ,ડેમ, ઊંડા ઉતારવાનો છે. આ યોજનાની જરૂરિયાત સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં છે. જો કે રાજકોટ મહાનગરપાલિકાએ આ યોજનામાં નામ પણ આવી જાય અને બ્યુટીફિકેશન પણ થાય તેવો વિચાર આવતા રૈયા સ્માર્ટ સિટીના બે તળાવ ઊંડા ઉતારવાનો નિર્ણય લીધો છે. આ બંને તળાવ સિંચાઈ કે પીવા માટેના સ્ત્રોત નથી. આ માટે મનપાએ વિચિત્ર બહાનું બતાવ્યું છે કે, તળાવને કારણે વોટર રિચાર્જ થશે અને આકર્ષણનું કેન્દ્ર બનશે!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો