તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Anti Depressant Operation In Central Jail After The Death Of A Prisoner From Dengue Jail 073511

ડેન્ગ્યુથી જેલમાં કેદીનાં મોત બાદ સેન્ટ્રલ જેલમાં પોરાનાશક કામગીરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

મહાનગરપાલિકાએ ડેન્ગ્યુથી એક કેદીનું મોત થયા બાદ સેન્ટ્રલ જેલમાં મચ્છરજન્ય રોગચાળા અટકાયત માટે ચેકિંગ કર્યું હતું. સાથે સાથે દરેક બેરેકમાં કેદીઓને મચ્છર ઉત્પત્તિ અંગે શિક્ષણ આપવામાં આવ્યું હતું.

વરસાદી ઋતુ બાદ ડેન્ગ્યુના કેસોમાં વધારો થતો હોય છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર કરડવાથી ફેલાય છે. સેન્ટ્રલ જેલમાં કેદીઓમાં વાહકજન્ય રોગચાળો ન ફેલાય અને તેના અટકાયતી પગલાં રૂપે મરેલિયા શાખાની ટીમે સેન્ટ્રલ જેલ પ્રિમાઇસિસની મુલાકાત લીધી હતી અને દરેક બેરેકમાં કેદીઓને ભરવામાં આવતા પીવાના પાણીના માટલાઓ, ડોલ, સિમેન્ટની ટાંકી, પક્ષીકુંજ વગેરેમાં મચ્છર ઉત્પત્તિ અંગે તપાસ કરવામાં આવી હતી. માટલાં, પાણીની ડોલ તથા પાણીના પાત્રોમાં મચ્છરના લારવાનું પ્રત્યક્ષ નિદર્શન, જેલના બેરેક, રસોડાં, પાણી ભરવાના સ્થળોએ વાહકજન્ય રોગચાળાના સ્ટિકર લગાડાયા હતા. દર 15 દિવસે મલેરિયા સ્ટાફ જેલમાં વાહકજન્ય અટકાયતી પગલાં રૂપે સઘન ચેકિંગ કામગીરી કરશે. જેલમાં મચ્છર ઉત્પત્તિ મળી આવતા આરોગ્ય અધિકારીએ જેલ સુપરિન્ટેન્ડેન્ટને મળી જેલની પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...