તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં વધુ એક સેમ્પલ અનિર્ણિત, જામનગર મોકલાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં પણ હવે કોરોના ટેસ્ટિંગ લેબ શરૂ થઈ છે અને પ્રથમ દિવસે 14 સેમ્પલ આવ્યા હતા. જે પૈકી 13 નેગેટિવ જ્યારે એક અનિર્ણિત આવતા પૃથક્કરણ માટે જામનગર મોકલાયા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર રાજકોટ તાલુકામાં રહેતા ફ્રાન્સથી આવેલા 37 વર્ષના યુવાનમાં લક્ષણો દેખાતા સેમ્પલ લેવાયા હતા પણ લેબમાં ચોક્કસ પરિણામ આવ્યું નથી તેથી વધુ પરીક્ષણ માટે જામનગર મોકલાયા છે જ્યારે બીજા નેગેટિવ આવ્યા છે. બપોર પછી વધુ પાંચ સેમ્પલ લેવાયા છે જેના રિપોર્ટ રવિવારે કરાશે.

અન્ય સમાચારો પણ છે...