તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરપ્રાંતીય મહિલા પાસે દેહવ્યાપાર કરાવતી મહિલાના ઘરે બીજો દરોડો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમા ઠેર ઠેર ફરી છાનેખૂણે કૂટણખાના ધમધમવા લાગ્યા છે. ત્યારે સ્પે.ઓપરેશન ગ્રૂપે શહેરની ભાગોળે અગાઉ પકડાયેલા કૂટણખાનામાં ફરી એક વખત દરોડો પાડ્યો હતો. જેમાં મહિલા સંચાલક સહિત બે ગ્રાહકને પકડી પાડ્યા છે. તેમજ દરોડા દરમિયાન મકાનમાંથી ત્રણ પરપ્રાંતીય મહિલા પણ મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતુ કે ગ્રાહક પાસેથી દેહવિક્રિયનો વેપાર કરાવતી મહિલા 1 હજાર વસુલી મહિલાને 500 આપતી હતી.

શહેરના કુવાડવા રોડ પોલીસમથક સામેના ભાગે આવેલા દેવનગરના ઢોરા તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતી નયના ઉર્ફે ગીતા રાજેશ દુમાદિયા નામની મહિલાએ ફરી તેના ઘરે પરપ્રાંતીય મહિલાઓને બોલાવી તેની પાસે દેહવિક્રિયનો વેપલો શરૂ કર્યો હોવાની સ્પે.ઓપરેશન ગ્રૂપને માહિતી મળી હતી. જેના આધારે એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીએસઆઇ એમ.એમ.અંસારી સહિતના સ્ટાફે માહિતી મુજબના સ્થળે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન નયના ઉર્ફે ગીતા ઉપરાંત પશ્ચિમ બંગાળની બે અને એક રાજસ્થાનની મળી ત્રણ મહિલા ઘરમાંથી મળી આવી હતી. જ્યારે મોજ મજા કરવા આવેલા સિંધવનગર-2ના સુનિલ જયંતીભાઇ ચારોલા અને માધાપરના આશિષ ધીરૂભાઇ માલકિયાને પણ ઝડપી લીધા હતા.

પોલીસ તપાસમાં છ મહિનાથી બેરોકટોક કૂટણખાનું ચલાવતી નયના ઉર્ફે ગીતા મોજમજા કરવા આવતા યુવાનો પાસેથી રૂ.1 હજાર વસૂલતી હતી. જેમાંથી રૂ.500 મહિલાને આપતી હોવાનું ખુલ્યું છે. આઠેક મહિના પહેલા પોલીસે નયનાના ઘરેથી કૂટણખાનું ચલાવતા પકડી પાડી હતી. એસઓજીએ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ વિગતો મેળવવા માટે સઘન તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો