- Gujarati News
- National
- Rajkot News Anger From The Commercial Badminton Tournaments In The Name Of Municipal Corporation 073130
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મનપાના નામે કોમર્શિયલ બેડમિન્ટન ટૂર્ના.થી રોષ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ
ખાનગી સંસ્થા સૌરાષ્ટ્ર બેડમિન્ટન એસોસિએશને આગામી 16 થી 19 જાન્યુઆરી દરમિયાન બેડમિન્ટન ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ ટૂર્નામેન્ટમાં મહાનગરપાલિકાને સહયોગી તરીકે જોડી મફતમાં ઇન્ડોર સ્ટેડિયમ મેળવી લેવામાં આવ્યું છે અને બીજી તરફ ખેલાડીઓ પાસેથી ટૂર્નામેન્ટ સંચાલકો 700 રૂપિયા ફી વસૂલ કરી રહ્યા છે. ઇન્ડોર સ્ટેડિયમના સભ્યોને પણ ફી ભરે તો જ ભાગ લેવા દેવામાં આવે છે તેથી ખેલાડીઓમાં રોષ ફેલાયો છે. આ અંગે મનપાના કમિશનર, નાયબ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત પણ કરવામાં આવી છે.
ઇન્ડોર સ્ટેડિયમમાં બેડમિન્ટન ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેની સામે સરગમ ક્લબે મનપામાં રજૂઆત કરી છે છે કે, બેડમિન્ટન ટૂર્નામેન્ટ માટે વિનામૂલ્યે સ્ટેડિયમ આપવા સૂચના મળી છે, પરંતુ ટૂર્નામેન્ટ આયોજકો ખેલાડીઓ પાસેથી ફી વસૂલ કરી રહ્યા છે. કોર્પોરેશન ટૂર્નામેન્ટનું આયોજન કરે તો તે નિ:શુલ્ક હોય અને જો ફી હોય તો તે મનપાની તિજોરીમાં જમા થવી જોઇએ. આ ટૂર્નામેન્ટના સર્ટિફિકેટ ક્યાય કાઉન્ટ થતા નથી. આ કોમર્શિયલ ટૂર્નામેન્ટ છે ભાગ લેનાર વ્યક્તિની સિંગલની ફી રૂ.400 અને રૂ.500 તેમજ ડબલ્સની ફી રૂ.700 રાખવામાં આવી છે. આ ઉપરાંત ટૂર્નામેન્ટ દરમિયાન ઇન્ડોર સ્ટેડિયમમાં ખાનગી જાહેરાતો લગાવી આવક મેળવે છે અને કેન્ટીન પણ ચાલુ કરી તેની આવક પણ સંસ્થા લઇ જાય છે. તેથી ભાડું વસૂલ કરવું જોઇએ.