તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીગ્રામ નજીક આવેલા ધર્મરાજ પાર્કમાં બનેલી ઘટના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ગાંધીગ્રામ સ્વપ્નલોક રેસિડેન્સી પાછળ ધર્મરાજ પાર્કમાં રહેતા દીપક હિરાભાઇ જળુ નામના યુવાને શુક્રવારે સાંજે તેના ઘરે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની પરિવારને જાણ થતાં તુરંત દીપકને નીચે ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ અહીં તેને સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધાનું હોસ્પિટલના તબીબે જણાવ્યું છે.

આપઘાતના બનાવની જાણ થતાં યુનિવર્સિટી રોડ પોલીસમથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસ તપાસમાં ગઇકાલે સાંજે દીપક મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં તેની માતા, ભાઇ અને ભાઇના સંતાનો સાથે બેઠા હતા. બાદમાં બધા ઉપરના રૂમમાંથી નીચે આવ્યા હતા. દરમિયાન રૂમમાં એકલા દીપકે ગળાફાંસો ખાઇ લીધો હતો. આ સમયે દીપકના ભત્રીજા ઉપરના રૂમમાં આવતા કાકાને લટકતી હાલતમાં જોતા બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી ભાભી સુનિતાબેન ઉપરના રૂમે દોડી ગયા હતા અને તેમણે પતિ, સાસુને ઉપર બોલાવ્યા હતા. બાદમાં દીપકને નીચે ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. અહીં તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. દીપક ચાર ભાઇ, ચાર બહેનમાં વચેટ હતો અને તે ઘર પાસે આવેલી તેમની પાનની દુકાને બેસતો હતો. દીપક અપરિણીત હતો. દીપક છેલ્લા કેટલાક દિવસથી મગજ ભમતો હોવાનું અને સંસારમાં હવે કંઇ રહ્યું નથી તેવું રટણ રટ્યા કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...