તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખૂંટિયા સાથે બાઇક અથડાયા બાદ ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ ચાલકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂર્યરામપરા ગામ પાસે ચાર દિવસ પહેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા તરઘડિયા ગામના મોહનભાઇ કુરજીભાઇ પરસાળા નામના વૃદ્ધે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. તરઘડિયા ગામે રહેતા મોહનભાઇ ગત તા.9ની રાતે 8 વાગ્યે કુવાડવા-વાંકાનેર રોડ પર બાઇક સાથે પસાર થઇ રહ્યા હતા. ત્યારે સૂર્યરામપરા ગામના પાટિયા નજીક પહોંચતા રોડ વચ્ચે અચાનક ખૂંટિયો આડો ઉતર્યો હતો. રાત્રીનો સમય હોય ખૂંટિયો નહીં દેખાતા બાઇક ખૂંટિયા સાથે અથડાયું હતું. જેને કારણે મોહનભાઇ ગંભીર ઇજા સાથે સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત નહીં નિવડતા મોહનભાઇનું મોત નીપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...