નામચીન બુકી અને વિવાદાસ્પદ વકીલ વચ્ચે અરજીના મુદ્દે સામસામે હુમલો

Rajkot News - an attack against the name of the notorious book and the controversial lawyer the attack on the face 070520

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:05 AM IST
ફક્ત અેજ નકારાત્મક સમાચાર જે તમને જાણવા જરૂરી છે

ક્રાઇમ રિપોર્ટર|રાજકોટ

અનેક વિવાદોમાં અગાઉ સપડાઇ ચૂકેલા એડવોકેટ પંડિત અને નામચીન બુકી રૂપમ વચ્ચે અરજીના મુદ્દે માથાકૂટ થતાં સામસામી મારામારી થઇ હતી. રૂપમના કર્મચારી યુવકને એડવોકેટે છરીના ઘા ઝીંકી દીધા હતા તો એડવોકેટ પર પણ ચાર શખ્સે હુમલો કરી તેના પગ ભાંગી નાખ્યા હતા.

શાપર વેરાવળમાં શીતળામાના મંદિર પાસે રહેતા પ્રકાશ રણછોડભાઇ પરમારે (ઉ.વ.25) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંજય પંડિતનું નામ આપ્યું હતું. પ્રકાશ પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.20ના બપોરે ત્રણ વાગ્યે આકાશવાણીચોકમાં શાંતિ હાઇટ્સમાં આવેલી બિલ્ડરની ઓફિસે ગયો હતો ત્યારે ઓફિસમાં રાજુ રૂપમ અને સંજય પંડિત વાતચીત કરી રહ્યા હતા તે વખતે ટેબલ પર પડેલો પાણી ભરેલો ગ્લાસ લેવા જતાં એડવોકેટ સંજય પંડિત ઉશ્કેરાયો હતો અને અમારી વાતચીત ચાલે છે ત્યારે તું શું કામ અંદર આવશ તેમ કહી પ્રકાશનું નામ અને જ્ઞાતિ પૂછી હતી, પ્રકાશની જ્ઞાતિ જાણ્યા બાદ સંજય પંડિતે તેને જ્ઞાતિ અંગે હડધૂત કરી છરીના ઘા ઝીંકી દીધા હતા.

સામાપક્ષે શાંતિનગરમાં રહેતા એડવોકેટ સંજય હેમતભાઇ પંડિતે (ઉ.વ.44) વળતી ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે રાજુ રૂપમ અને ચાર અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. સંજય પંડિતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા તેના મિત્ર મનોજ રામભાઇ ગઢવીને રાજુ રૂપમે તેની ઓફિસે બોલાવતા બંને ત્યાં ગયા હતા અને અગાઉ સંજય પંડિતે એસીબીમાં કરેલી અરજીના સમાધાન બાબતે રૂ.30 લાખ આપવાની લાલચ આપવાનો પ્રયાસ કરી રહ્યાનું લાગ્યું હતું અને પોતાના પર હુમલો થશે તેવો ભય ઊભો કર્યો હતો.

આરોપીઓ કાવતરું રચી રહ્યાનું લાગતાં સંજય પંડિતે પોતે કરેલી અરજી અંગે હાઇકોર્ટ તથા અન્ય ખાતામાં પોલીસ વિરોધી કે અન્ય કોઇ પણ વિરુધ્ધની અરજી નહીં કરવાનું જણાવી ચેપ્ટર ભૂલી જવાનું કહેતા પંડિતે તમામ બાબતોમાં હા કહી હતી, ત્યારબાદ મનોજ ગઢવી ઓફિસની બહાર જતાં જ આરોપીઓએ કુહાડી, પાઇપ અને હથોડીથી હુમલો કરી સંજય પંડિતના પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાડી હતી.

બુકીની ઓફિસમાં પાણીનો ગ્લાસ અડી જનાર યુવકને જ્ઞાતિ અંગે એડવોકેટે હડધૂત કરી છરીના ઘા ઝીંક્યા

X
Rajkot News - an attack against the name of the notorious book and the controversial lawyer the attack on the face 070520
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી