તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Amreli Couple Arrested After Pregnant Death Crime Committed Homicide 072526

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં સગર્ભાનાં મોત બાદ દંપતીની ધરપકડ, સાપરાધ માનવવધનો ગુનો નોંધ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમરેલીના બહારપરામાં રહેતી કાજલબેન મહેશભાઇ ડાભી નામની સગર્ભા મહિલાને ડો.પ્રિતી શુક્લએ ઇન્જેક્શન આપ્યા બાદ ગણતરીની મીનીટોમાં તેનું મોત થયા બાદ જીલ્લા આરોગ્ય અધિકારીની સુચનાથી તાલુકા આરોગ્ય અધિકારી આર.આર. સિન્હાએ તેની ટીમ સામે અહિં દરોડો પાડ્યો હતો. તપાસ દરમીયાન પ્રિતી શુક્લ પાસે તબીબની ડીગ્રી નહતી અને તેનો પતિ પિનાકીન પણ કોઇ પ્રકારની ડીગ્રી વીના હોસ્પિટલ ચલાવતો હોવાનું બહાર આવતા ડો.સિન્હાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા દંપતિ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાં 30 દિવસમાં ચાર સગર્ભાના મોત

અમરેલી જીલ્લામાં પ્રસુતાના મોતનું પ્રમાણ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ જોવા મળી રહ્યુ છે. છેલ્લા 30 દિવસ દરમિયાન જીલ્લામાં ચાર સગર્ભા મહિલાના મોતની ઘટના બની છે. આ ઉપરાંત 19 જેટલા નવજાત શીશુના મોત પણ થયા છે. મુળ પરપ્રાંતિય અને હાલ ખાંભા-ચલાલા પંથકની એક સગર્ભા પરિણીતાનું અમરેલીથી રાજકોટ રીફર કરાયા બાદ મોત થયુ હતું.

મોટા પ્રમાણમાં મેડિકલ સાધનો-દવાઓ સીઝ

તાલુકા હેલ્થ ઓફીસરની ટીમના એમ.કે. બગડા, એમ.એલ. ચાવડા, ડ્રગ ઇન્સ્પેક્ટર પી.બી. બલર તથા પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીની ટીમે મોટા પ્રમાણમાં એલોપેથીક દવાઓ, મેડીકલ ઇન્સ્ટુમેન્ટ, ડીલેવરીના સાધનો અને ઇન્જેક્શનનો મોટો જથ્થો કબજે લીધો હતો.

_photocaption_આરોપી દંપતી*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો