તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Rajkot News After The Bridge Is Constructed One And A Half Million Drivers Will Not Have To Stand For Even A Minute 073014

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રિજ બન્યા બાદ દોઢ લાખ વાહન ચાલકોને એક મિનિટ પણ ઊભું રહેવું નહીં પડે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

જામનગર રોડ પર માધાપર ચોકડીએ સરકારે 60 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કર્યું હતું. પરંતુ ટ્રાફિક સમસ્યામાં કોઈ ફેર નહીં પડે તેવો તજજ્ઞોનો અભિપ્રાય આવ્યા બાદ હવે જામનગર રોડ પર સિક્સલેન ફ્લાયઓવર અને બીઆરટીએસથી મોરબી રોડ ચોકડી તરફ જવા અન્ડરપાસ બનાવવાનો નિર્ણય કરાયો છે. 26મી જાન્યુઆરી પહેલા ખાતમુહૂર્ત પણ કરી દેવાય તેવી સંભાવનાઓ છે.

માધાપર ચોકડીએ ટ્રાફિકજામની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ લાવવા માટે પ્રથમ સિક્સલેન ફલાય ઓવર કમ અન્ડરપાસ બ્રિજ મંજૂર થયો છે. રૂ. 61 કરોડના ખર્ચે બનનાર પ્રોજેક્ટમાં રાજકોટ-જામનગર સ્ટેટ હાઇવે પર માધાપર ચોકડીએ પ્રથમ સિક્સલેન ફલાય ઓવરબ્રિજ અને 150 ફૂટ રિંગરોડથી બેડી ચોકડી તરફ વ્હીકયુલર અન્ડરપાસ બ્રિજ બનાવવામાં આવશે. સર્વે મુજબ માધાપર ચોકડીએથી દૈનિક દોઢ લાખથી કરતા વધુ વાહનો પસાર થાય છે ત્યારે આ બ્રિજ બનતા 60 ટકાથી વધુ વાહનો કયાંય પણ અટક્યા વગર પસાર થઇ શકશે. આ પ્રોજેક્ટનું પ્રજાસત્તાક પર્વ પૂર્વે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ખાતમુહૂર્ત માટે તંત્રે કવાયત આદરી છે.

રાજકોટ શહેરના જામનગર રોડ પર માધાપર ચોકડીએ ટ્રાફિકજામની વર્ષો જૂની સમસ્યાનો અંત હવે આગામી દોઢ વર્ષમાં આવી જાય તેવો મહત્વનો નિર્ણય તંત્રે લીધો છે. તા.22 થી 25મી સુધીમાં કોઇપણ એક દિવસે ડેપ્યુટી મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે માધાપર સિક્સલેન ફલાય ઓવરબ્રિજ અને અન્ડરપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

માધાપર ચોકડીએ ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટે બે વર્ષથી માંગ હતી. ગત જાન્યુઆરીમાં સરકારે આ માટે 60 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી અને માર્ચમાં જોબ નંબર આવી ગયો હતો. માર્ગ અને મકાન વિભાગે ટેન્ડર કરીને મે માસમાં વર્કઓર્ડર પણ આપી દીધો હતો. આ દરમિયાન સચિવ સાથેની બેઠકમાં ફ્લાયઓવરને કારણે ટ્રાફિકમાં શું ફરક પડશે તે માટે ચર્ચા થઇ હતી. સચિવે રિપોર્ટ જોતા તેમણે કહ્યું કે ટ્રાફિકની સ્થિતિ જોતા માત્ર રાજકોટ-જામનગર હાઈવે પર ફ્લાયઓવર બનતા સમસ્યા હલ નહીં થાય આ માટે નવું આયોજન કરવું પડશે. સચિવના કહ્યા પાછળ સચોટ કારણ હતું. ટ્રાફિકનો સરવે રાત્રીના 8થી સવારના 8 સુધી કરાયો હતો. બાદમાં ઉપરોક્ત નિર્ણય કરાયો.

માધાપર ચોકડીએ ઓવરબ્રિજ બનાવવાનો હતો, ટ્રાફિકનો પ્રશ્ન

નડતા હવે અન્ડરપાસ અને પહેલો સિક્સલેન ફ્લાયઓવર બનશે
માધાપર ચોકડીએ આવો બનશે બ્રિજ
જામનગર તરફ

61 કરોડ રૂપિયાનો કુલ ખર્ચ થશે

ફલાય ઓવરબ્રિજ
વ્હીકયુલર અન્ડરપાસ
1124.70 મીટર લાંબો

519.90 મીટર લંબાઇ

ઓવરબ્રિજ અને અન્ડરપાસ માટે 61 કરોડનો ખર્ચ થશે, ખાતમુહૂર્ત પછી 15 મહિનામાં કામ પૂરું કરાશે : વાહનચાલકોનો સમય અને નાણા બચશે
23.82 મીટર પહોળો

18.07 મીટર પહોળાઈ

મોરબી તરફ

રાજકોટ સિટી (150 ફૂટરિંગરોડ)

5.50 મીટર ક્લિયર હાઇટ

295.47 લંબાઈ રાજકોટ તરફ

રાજકોટ તરફ

9.10 મીટર પહોળાઈનો સર્વિસ રોડ

224.43 મી. લંબાઈ બેડી તરફ

બીઆરટીએસ બસ સ્ટેશનના કારણે રૂપિયા 1.50 કરોડનો ખર્ચ વધી જશે
માધાપર ચોકડીએ ફલાય ઓવરબ્રિજનો પ્રોજેક્ટ ગત વર્ષે શરૂ કર્યો ત્યારે તત્કાલીન કમિશનરે BRTS બસ સ્ટેશન ખસેડવાની ખાતરી આપી હતી પરંતુ હાલમાં પ્રોજેક્ટ મંજૂર થવાના આરે છે ત્યારે વર્તમાન કમિશનરે બીઆરટીએસ બસ સ્ટેશન ખસેડી શકાય તેમ ન હોવાનું જણાવતા રૂ.1.50 કરોડનો ખર્ચ સરકારને વધી જશે. મયંક ત્રિવેદી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર

પહેલા બધી તરફ સર્વિસ રોડ બનાવાશે
માધાપર ચોકડીએ ટ્રાફિકની સ્થિતિ કથળેલી જ છે અને વળી તેમાં ફ્લાયઓવરનું કામ શરૂ થાય તો વધુ વકરી શકે છે. આ માટે કામ શરૂ થયા પહેલા જ ટ્રાફિકની વ્યવસ્થા માટે સર્વિસ રોડ બનાવવાની કાર્યવાહી કરાશે. બધે તરફથી કુલ 8 સર્વિસ રોડ બનાવી ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે.

45 મીટર પહોળાઈ, જમીન સંપાદન કરાશે
ફ્લાયઓવરની ડિઝાઈન માટે 45 મીટર પહોળાઈની જરૂર છે. રાજકોટ-જામનગર રોડ તરફ ઓન રેકોર્ડ 41.5 મીટર પહોળાઈ છે જ્યારે 150 ફૂટ રિંગરોડ પર 45 મીટર પહોળાઈ છે જેથી રાજકોટ-જામનગર રોડ પર જમીન સંપાદન તેમજ દબાણ હટાવવાની કામગીરી કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો