લોકડાઉન બાદ રાજકોટમાં દરરોજનું પેટ્રોલ 50 હજાર લિટર જ વપરાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં લોકડાઉન જાહેર થયા બાદ પેટ્રોલ–ડીઝલના વેચાણમાં પણ ઘટાડો આવ્યો છે. વેચાણમાં 80 ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજકોટ પેટ્રોલ–ડીઝલ ડીલર્સ એસો.માંથી મળેલી વિગત મુજબ પહેલા રોજનું 4 લાખ લિટર પેટ્રોલ જોઈ જતું હતું. તેના બદલે હવે માત્ર 50 હજાર લિટર જ પેટ્રોલ વેચાય છે. લોકડાઉનને કારણે હાલ વાહનનો વપરાશ રહેતો નથી. તેને કારણે પેટ્રોલની જરૂરિયાત પણ રહેતી નથી. આ અંગેની વધુ માહિતી આપતા રાજકોટ પેટ્રોલ–ડીઝલ ડીલર્સ એસો.ના પ્રમુખ ગોપાલભાઇ ચુડાસમાના જણાવ્યાનુસાર દરેક પેટ્રોલ પંપ પર પહેલા એવરેજ 10 હજાર લિટર પેટ્રોલનું વેચાણ થતું હતું, પણ હવે તો દરેક પેટ્રોલ પંપ પર માત્ર 2 હજાર લિટર જ પેટ્રોલ વેચાઈ છે.

અન્ય સમાચારો પણ છે...