તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News After Converting Three Villages The Bribe Will Be Administered After Taking The Mobile 034129

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ ગામ ફેરવે પછી મોબાઇલ લઇ લે પછી લાંચનો વહીવટ થાય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાંચિયા અધિકારીઓ રુશવત માટે અલગ અલગ વચેટિયા રાખતા હોય છે. આ વચેટિયા જ બધો વહીવટ ચલાવતા હોય છે પણ રાજકોટ જિલ્લા પંચાયતના અધિકારી કે જેમની કામગીરી ફિલ્ડ વર્કને લગતી છે તેમણે તો લાંચ માટે અલગ જ સિસ્ટમ અપનાવી હતી. પોતાના વચેટિયા પર પણ ભરોસો કરતા નહીં.

આ લાંચિયા અધિકારીનો પનારો કોન્ટ્રાક્ટરો સાથે વધુ રહેતો હતો. કોન્ટ્રાક્ટ મંજૂર થાય એટલે તેમને પૈસા તો આપવા જ પડે. લાંચ દેવાનો સમય આવે એટલે એ ‘સાહેબ’નો વચેટિયો કોન્ટ્રાક્ટર પાસે જાય ત્યાંથી ફોન પર વાત કરાવે. અધિકારી કોઇ ગામનું લોકેશન બતાવે એટલે ત્યાં વચેટિયો કોન્ટ્રાક્ટરને લઇને પહોંચી જાય. ત્યાં અધિકારી ઊભા જ હોય જેવા પહોંચે એટલે તરત જ બીજી જગ્યાએ જવાનું છે તેમ કહી લઇ જાય. આવી રીતે અલગ અલગ ત્રણ જગ્યા ફેરવી નાખે. 10 કિલોમીટર રખડાવ્યા પછી એક જગ્યાએ ઊભી રાખે પછી વેચટિયા પાસેથી બોલપેન અને મોબાઇલ માંગી લ્યે તેમજ જે લાંચ દેવા આવ્યો છે તેની પાસેથી પણ બોલપેન અને મોબાઇલ લઇ લ્યે. બંને મોબાઇલ બંધ કર્યા બાદ અધિકારી લાંચની વાતનો દોર આગળ વધારે અને પૈસા લઇ રવાના થઇ જાય.

અધિકારી મોબાઇલ અને બોલપેન સ્પાય કેમેરા અને વીડિયો રેકોર્ડિંગ માટે પડાવી લેતા હતા. સતત 7 વર્ષ સુધી તેમની આ યુક્તિ બરાબર ચાલી અને નિવૃત્ત પણ થઇ ગયા. જો કે પાપનો ઘડો તો ભરાય જ એ રીતે નિવૃત્તિ પછી એક ભ્રષ્ટાચાર બહાર આવ્યું અને તેમાં અધિકારી મુખ્ય હોવાથી નોટિસ પાઠવાઈ. હાલ આ અધિકારી સામે ગાંધીનગરમાં ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે. આવું બધું છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓ જાણે તમાશો જોઇ રહ્યા હોય તેમ ચેમ્બરમાં શાંતિથી બેસી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો