તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News After Canceling Orders The Fir Will Be Issued If New Orders Are Made 074108

તલાટીના ઓર્ડર કેન્સલ કર્યા, નવા ઓર્ડર થશે તો FIR કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકાર સમક્ષ મૂકેલી માગણી એક વર્ષથી પૂરી નહીં થતા રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર ગયા છે. જેમાં રાજકોટના 280 કર્મચારી પણ હડતાળમાં જોડાતા તમામ પ્રકારની કામગીરી ઠપ થઈ ગઈ છે.પોતાની માગણી પૂરી નહીં થતા રેવન્યૂ કર્મચારીઓ હડતાળમાં ગયા છે. મંગળવારે કોટડાસાંગાણીમાં અને ગોંડલમાં નાયબ મામલતદારના ઓર્ડર કરવામાં આવ્યા હતા. તેમજ જો કોઇ નવા ઓર્ડર કરવામાં આવશે તો એફ.આઈ.આર. દાખલ કરવાની તૈયારી પણ બતાવી છે.

રાજકોટ મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, રાજકોટમાંથી 80 કર્મચારીઓ ગયા છે અને આજે પણ 20 થી વધુ કર્મચારીઓ ગાંધીનગરમાં જશે. જ્યાં રેલી અને વિરોધાત્મક કાર્યક્રમોમાં ભાગ લેશે. જે લોકો ગાંધીનગર નહીં આવે તેઓ રાજકોટ ખાતે રહીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે.

રેવન્યૂ કર્મચારીઓ હડતાળમાં જોડાતા રેશનકાર્ડમાં ફેરફાર, ઈ ધરા,એટીવીટી સેન્ટર,પુરવઠા વિભાગની કામગીરી ઠપ થઇ ગઈ છે.કર્મચારીઓ હડતાળ પર હોવાથી એક પણ પ્રકારની કામગીરી થતી નથી.જેને કારણે અરજદારોને પાછા જવું પડે છે.

પ્રમુખ કિરીટસિંહ ઝાલાના જણાવ્યાનુસાર અનેક વખત કરવા રજૂઆત છતાં કોઈ કામગીરી નહીં કરાતા હડતાળ પર ઉતરવું પડે છે. જો સરકાર તમામ પ્રકારની માગણી પૂરી કરે તો પણ એક રૂપિયાનું નુકસાન જાય એમ નથી.

અન્ય સમાચારો પણ છે...