તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News After A Meal With A Husband At A Plate Parineeta Narrowly Missed Her Life 070604

એક થાળીમાં પતિ સાથે જમ્યા બાદ પરિણીતાએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી રોડ પર આવેલા મા શક્તિપાર્કમાં રહેતી હિરલ અશોક બેલડિયા નામની પરિણીતાએ બુધવારે બપોરે સવા ત્રણેક વાગ્યાના અરસામાં તેણીના ઘરે પંખાના હૂકમા ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની પરિવારને જાણ થતાં તુરંત હિરલને નીચે ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી, પરંતુ અહીં વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. બી ડિવિઝન પોલીસની તપાસમાં મૃતક હિરલબેન મૂળ બાબરાના ચમારડી ગામની હતી. તેના લગ્ન સાત વર્ષ પહેલા રાજકોટમાં હીરા ઘસવાનું કામ કરતા અશોકભાઇ ભવાનભાઇ બેલડિયા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન એક પુત્ર છે. પતિ અશોકની પૂછપરછમાં આજે બપોરે કામેથી ઘરે જમવા આવ્યો હતો. બંને એક જ થાળીમાં જમ્યા હતા. જમ્યા બાદ પોતે નોકરી પર જતો રહ્યો હતો. પાછળથી પત્નીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધાનું જણાવ્યું છે. પોલીસે મૃતક હિરલના માતા-પિતાને જાણ કરતા તેઓ રાજકોટ આવવા રવાના થયા છે.અન્ય એક બનાવમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ગાંધીગ્રામ, ન્યૂ મહાવીરનગર-1માં રહેતા તરૂલતાબેન વસંતરાય સચદે નામના વૃદ્ધાએ ચાલુ સારવારમાં આજે દમ તોડ્યો છે. વિધવા તરૂલતાબેને બીમારીથી કંટાળીને ગત તા.2ના બપોરે તેમના ઘરે એસિડ પી લીધું હતું. બાદમાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં આજે મોત નીપજ્યું છે.

રાજકોટ, ગુરુવાર, 18 એપ્રિલ, 2019 | 7
અન્ય સમાચારો પણ છે...