તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારોબારીમાં ત્રીજી વખત મુદ્દત વધારાની ફાઈલો મુકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક 16મીએ મળનારી છે. આ બેઠકમાં રીવાઈઝ બજેટ ઉપરાંત બીજા એજન્ડા પણ લેવાના છે. જેમાં મુદ્દત વધારાની ફાઈલો સમાવિષ્ટ છે.

કારોબારી સમિતિની બેઠકમાં ઘણા કામો એવા હતા જે પૂર્ણ થઈ ગયા હોવા છતાં બાંધકામ શાખાએ મુદ્દત વધારા માટે મુક્યા હતા. આ કામોમાં વિગતો પૂરી ન આપી હોવાનું કહીને કારોબારી સમિતિએ ઠરાવ પેન્ડિંગ રાખ્યા હતા. બીજી વખત કારોબારી સમિતિ મળી ત્યારે પણ વિગતો પૂરી ન આપી હોવાનું કહી ફરી પેન્ડિંગ રખાઈ હતી. એજન્સીઓએ કામ તો પૂરા કર્યા છે પણ સમયસર પૂરા કર્યા ન હોવાથી તેમની ડિપોઝિટ હજુ જિલ્લા પંચાયત પાસે છે જો એજન્સીઓને મુદ્દત વધારો મંજૂર થઈ જાય તો તુરંત જ ડિપોઝિટ તેમને મળી શકે છે. આ માટે બે વાર દરખાસ્ત મુકાઈ હતી. હવે ફરી કારોબારી સમિતિની બેઠક મળી રહી છે ત્યારે ફરી બાંધકામ શાખાએ બધી ફાઈલો મૂકી છે. દરખાસ્ત પેન્ડિંગ રખાવવામાં સૌથી મોટો વાંધો ચંદુલાલ શિંગાળા અને કે.પી. પાદરિયાએ લીધો હતો. હવે પાદરિયા ચેરમેન બન્યા પછી પહેલી કારોબારીની બેઠકમાં શું નિર્ણય લેવાય તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો