તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રકે ઠોકરે લેતા એક્ટિવા ચાલક યુવાનનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઠારિયા ચોકડી નજીક શનિવારે સવારે ડબલસવારી એક્ટિવાને ટ્રકે ઠોકરે લેતા યુવકનું તેના કાકાની નજર સામે મોત નીપજ્યું હતું. કાકા-ભત્રીજો કારખાને જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં જ યુવકને કાળ ભરખી ગયો હતો.

કુવાડવા રોડ પરના ગુરુદેવ પાર્કમાં રહેતો દિવ્યેશ રમેશભાઇ કમાણી (ઉ.વ.36) શનિવારે સવારે સાતેક વાગ્યે તેના કાકા પરષોત્તમભાઇ નરશીભાઇ કમાણી (ઉ.વ.42)ને એક્ટિવા પાછળ બેસાડી કારખાને જવા નીકળ્યો હતો. કાકા-ભત્રીજો બંને ગોંડલ નેશનલ હાઇવે પર મુરલીધર વે-બ્રિજ નજીક પહોંચ્યા હતા ત્યારે ધસી આવેલા ટ્રકે અેક્ટિવાને ઠોકર મારી હતી. ટ્રકની ઠોકરથી દિવ્યેશ અને તેના કાકા પરષોત્તમભાઇ રસ્તા પર ફંગોળાયા હતા. દિવ્યેશ પર ટ્રકના વ્હિલ ફરી વળ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને બંનેને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ઘવાયેલા દિવ્યેશ કમાણીનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...