બેકાર યુવાનનો એસિડ પી આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં વધી રહેલા આપઘાતના વધુ એક બનાવ ગંજીવાડા-38માં બન્યો હતો. અહીં રહેતા દિનેશ વશરામ બથવાર નામના યુવાને સોમવારે બપોરે તેના ઘરે એસિડ પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવારમાં દિનેશે દમ તોડ્યો હતો. થોરાળા પોલીસ તપાસમાં દિનેશ અપરિણીત હતો. તે તેના નાના ભાઇ સાથે રહી મજૂરી કામ કરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કામ નહીં મળતા બેકારીથી કંટાળી અંતિમ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. થોરાળો પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં સોમવારે બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...