તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણીતાનો આપઘાત, દહેજ મુદ્દે હત્યા થયાનો આક્ષેપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આટકોટની પરિણીતાનું ફાંસો ખાવાથી મોત નીપજ્યું હતું. પરિણીતાનાં મોત બાદ જસદણના વડોદ ગામે રહેતા તેના પિતાએ હત્યાનો આક્ષેપ કરતાં પોલીસે લાશનું રાજકોટમાં ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આટકોટના કૈલાસનગરમાં રહેતી કુંજલ હસમુખભાઇ કુંવરિયાનું ફાંસાથી મોત નીપજ્યું હતું. કુંજલે જાતે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવ્યાનું તેના સાસરિયાએ કહ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડી ગઇ હતી. પોલીસ વિધિવત કાર્યવાહી કરે તે પહેલાં જ જસદણના વડોદ ગામે રહેતા કુંજલના પિતા જગદીશભાઇ ગોરાસવા સહિતના પરિવારજનો દોડી ગયા હતા.

જગદીશભાઇએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, ચાર બહેન અને પાંચ ભાઇમાં વચેટ કુંજલના લગ્ન એક વર્ષ પૂર્વે હસમુખભાઇ કુંવરિયા સાથે થયા હતા. લગ્ન બાદ પતિ સહિતના સાસરિયાઓ દહેજના મુદ્દે ત્રાસ આપતા હતા અને દહેજના કારણે જ સાસરિયાઓએ ફાંસો દઇ હત્યા કર્યાનો અાક્ષેપ કર્યો હતો. મૃતકના પિતાના આક્ષેપથી પોલીસે લાશનું ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

ધો.10, 12 પરીક્ષાની હોલ ટિકિટનું વિતરણ શરૂ
રાજકોટ|ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10, 12ની જાહેર પરીક્ષા માર્ચ-2019માં લેવાશે.પરીક્ષાનો પ્રારંભ 7 માર્ચથી થનારો છે ત્યારે બોર્ડ દ્વારા 25 ફેબ્રુઆરીએ વિતરણ કેન્દ્રો પર હોલ ટિકિટ પહોંચાડી દેવાઇ હતી. શાળાઓએ વિતરણ કેન્દ્રો પરથી હોલ ટિકિટ મેળવી મંગળવારથી વિદ્યાર્થીઓને હોલ ટિકિટનું વિતરણ શરૂ કરી દીધું છે. હોલ ટિકિટ પરીક્ષાર્થીઓને મળી જાય તેની જવાબદારી શાળાના આચાર્યની રહેશે.

રાજકોટ, બુધવાર, 27 ફેબ્રુઆરી, 2019

| 14
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો