તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Ac Sleeper Volvo Starting From Rajkot To Nathdwara Stt Rent Rs 1105 071051

રાજકોટથી નાથદ્વારા એસટીની AC સ્લીપર વોલ્વો શરૂ, ભાડું રૂ.1105

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા દરરોજ સાંજે રાજકોટથી નાથદ્વારા રૂટ પર એ.સી સ્લીપર વોલ્વો મંગળવારથી શરૂ કરાઈ છે. આ બસ રાજકોટથી દરરોજ સાંજે 6.30 કલાકે નાથદ્વારા જવા ઉપડશે. રાજકોટથી નાથદ્વારાનું ભાડું રૂ.1105 રખાયું છે, પરંતુ એસ.ટી નિગમની આંતરરાજ્ય પ્રીમિયમ સર્વિસ અંતર્ગત નાથદ્વારા જતા યાત્રિકોને 25 ટકા ડિસ્કાઉન્ટ પણ અપાશે. એટલે કે 1105 મૂળ ટિકિટ પર 25 ટકા 276 રૂપિયા બાદ કરીને યાત્રિકે 829 રૂપિયામાં રાજકોટથી નાથદ્વારા સુધીની આરામદાયક સવારી કરી શકશે તેમ વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું. આ બસ રાજકોટથી ચોટીલા, અમદાવાદ, હિંમતનગર, શામળાજી, રતનપુર, ઉદયપુર, કૈલાશપુર થઇને નાથદ્વારા પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...