તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજી રિવરફ્રન્ટના ટેન્ડરમાં 25 ટકા ઓન, રી-ટેન્ડર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | રાજકોટ

મહાનગરપાલિકાએ આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જાહેર કર્યાના ચાર વર્ષ બાદ તેના પર કામ શરૂ થયું છે. આજી નદીમાં આવતા ભૂગર્ભ ગટરના પાણીને અટકાવવા માટે ઇન્ટર સેફ્ટી લાઇન નાખવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં બે અલગ અલગ ભાગ માટે ટેન્ડરમાં એક ભાગના કામ માટે એજન્સીએ 49 ટકા ઓનની ડિમાન્ડ કરી હતી બાદમાં એજન્સી 25 ટકા ઓનથી કામ કરવા તૈયાર થઇ હતી. જો કે મનપાના અધિકારીઓને આ ભાગ ઊંચા લાગતા રી-ટેન્ડર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજી નદીના પૂર્વ ભાગમાં નેશનલ હાઇવેથી પોપટપરા સુધીના ભાગ માટે રી-ટેન્ડર થશે, જ્યારે જંગલેશ્વરથી મોરબી રોડ તરફના ભાગ માટે 11 ટકા ઓનથી ટેન્ડર આવતા અધિકારીઓ કામ માટે આગળ વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...