તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યાજખોરની ધમકીથી અનાજની ઘંટી ધરાવતા યુવાને ઝેર પી લીધું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યાજખોરની ધમકીથી ગભરાઇ અનાજની ઘંટી ધરાવતા યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. બનાવને પગલે પોલીસે યુવાનની ફરિયાદ પરથી વ્યાજખોરની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.

ગુરુપ્રસાદ ચોક પાસે આવેલા ત્રિવેણીનગર-1માં રહેતા જગદીશભાઇ ઉકાભાઇ સોલંકી નામના યુવાને બુધવારે ઘઉંમાં નાખવાની ઝેરી ટીકડીઓ ખાઇ લીધી હતી. બાદમાં યુવાને તેના મિત્રને ફોન કરી બોલાવતા મિત્ર તુરંત સારવાર માટે હોસ્પિટલ લઇ ગયો હતો. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસમથકના પીએસઆઇ જે.એ.ખાચર સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા. યુવાનની પૂછપરછમાં તેણે જણાવ્યું કે, તે અનાજ દળવાળી ઘંટી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ગત તા.18નાં રોજ લાઇટનું બિલ ભરવાનું હતું, પરંતુ પૈસા ન હોય બાન લેબ્સ પાસે આવેલા આરએમસી ક્વાર્ટરમાં રહેતા સામત દેવજી જાદવ નામના વ્યાજખોર પાસેથી રૂ.15 હજાર લીધા હતા. અને એક અઠવાડિયામાં 30 હજાર ચૂકવવાની વાત કરી હતી. દરમિયાન બે ત્રણ દિવસમાં બે તબક્કે 19 હજાર ચૂકવી દીધા હતા. ત્યારે બુધવારે વ્યાજખોરને તમામ રકમ ચૂકવવાના હોય સામતે વારંવાર ફોન કરી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. અને ફોન પર જ જો આજે પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે ધમકીથી ગભરાઇને આ પગલું ભર્યાનું પોલીસને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...