તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટ-મારામારીમાં બે વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમે લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો છે. શહેરના તાલુકા પોલીસમથક વિસ્તાર તેમજ પડધરી પોલીસમથક વિસ્તારની લૂંટ અને મારામારીના ગુનામાં મૂળ નાની અમરેલીનો અને નાનામવા, આંબેડકરનગરનો રમેશ રાણાભાઇ મકવાણા બે વર્ષથી પોલીસને હાથતાળી આપતો હતો. દરમિયાન આરોપી રમેશ મકવાણા તેના પડધરીના નાના અમરેલી ગામે હોવાની માહિતી મળતા તુરંત એક ટીમ ત્યાં દોડી જઇ આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલા રમેશ મકવાણા અગાઉ તાલુકા પોલીસમાં હત્યા, બી ડિવિઝનમાં રાયોટ, ક્રાઇમ બ્રાંચ અને તાલુકા પોલીસમાં બોગસ દસ્તાવેજોના ગુનામાં તેમજ પડધરીમાં મારામારી, ધમકી, લોધિકા, તાલુકામાં લૂંટ સહિત 10 ગુનામાં સંડોવાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પકડાયેલા આરોપીને તાલુકા પોલીસ હવાલે કરાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો