તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

21 બહેનો સહિત કુલ 109 સ્પર્ધકોએ સમુદ્રમાં ઝંપલાવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરની રામ સી સ્વીમીંગ કલબ દ્રારા બે દિવસીય સામુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરવમાં આવ્યુ છે. આ સમુદ્રી તરણ સ્પર્ધામાં દેશભરના તરવૈયાઓ ભાગ લઇ રહ્યા છે. શનિવારના દિવસે સ્પર્ધાનો શુભારંભ થયો હતો. જેમાં 5 કીલોમીટરની દિવ્યાંગોની સ્પર્ધામાં 18 જેટલા સ્પર્ધકોએ સમુદ્ર સાથે બાથ ભીડી પોતાનું કૌવત બતાવ્યુ હતુ. અને 10 કીલોમીટરની સ્પર્ધામાં 21 મહિલા સ્પર્ધકો સહિત 91 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આમ 5 અને 10 કી.મી.ની સ્પર્ધામાં 21 બહેનો સહિત કુલ 109 સ્પર્ધકોએ સમુદ્રમાં ઝંપલાવ્યુ હતુ. 10કિ.મી.ની સ્પર્ધામાં અલગ અલગ વય જુથ્થ મુજબ બે કેટેગરીમાં સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 14 થી 45 વર્ષની વય જુથ્થમાં અરવિંદ વિજયન પ્રથમ ક્રમાંકે અને બહેનોની સ્પર્ધામાં હિમાની સંજય ફાડકે પ્રથમ ક્રમાંકે તેમજ 45થી વધુ વયના સ્પર્ધકોની હરિફાઇમાં મહારાષ્ટ્રના શ્રીમંત સતારાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર અને મેડલો એનાયત કરી સન્માનિત કરાશે.

10 કિ.મી. સ્પર્ધાના વિજેતા
બેગ્લોરના અરવિંદ વિજયન, દ્રિતીય ક્રમાંકે બેગ્લોરના સજીત સુજથન અને બેગ્લોરના પલ પોનીયપલે તૃતીય ક્રમાંકે વિજેતા બન્યા હતા. બહેનોની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે નાગપુરના હિમાની સંજય ફાડકે, રાજકોટના વિશ્વા પરમારે દ્રિતીય ક્રમાંક અને સુરતના દર્શના સૈલોટે તૃતીય ક્રમાંક મેળવ્યો હતો.

5 કિ.મી.ની દિવ્યાંગોની સ્પર્ધાનાં વિજેતા
રાજસ્થાનના જગદીશ તૈલીએ 1 કલાક 39 મીનીટ અને 31 સેકન્ડમાં 5 કી.મી.ની સ્પર્ધા પુરી કરી પ્રથમ ક્રમાંકે. વેસ્ટ બંગાળના રેમોર શાહે 1 કલાક 40 મીનીટ અને 29 સેકન્ડમાં સ્પર્ધા પુરી કરી બીજો ક્રમાંક મેળવ્યો અને છતીસગઢના કિસરામ પટેલે 1 કલાક 56 મીનીટ અને 35 સેકન્ડમાં તૃતીય ક્રમાંકે વિજેતા બન્યા હતા. બહેનોની સ્પર્ધામાં જીઆરઆઇ નામના એક જ સ્પર્ધકે ભાગ લીધો હતો. તેમણે 2 કલાક 39 મીનીટ અને 19 સેકન્ડમાં સ્પર્ધા પુરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો