તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર ચાલકને ધ્યાનથી ચલાવવાનું કહેતા માતા-પુત્ર પર હુમલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે કાર ધ્યાનથી ચલાવવાનું કહેતા માતા-પુત્ર પર ચાર શખ્સે હુમલો કર્યો હતો. રૈયારોડ પર બ્રહ્મસમાજ ચોકમાં રહેતા રિન્કુબેન અનિલભાઇ મોરણિયા (ઉ.વ.42) અને તેના પુત્ર કરણ મોરણિયા (ઉ.વ.17) રવિવારે રાત્રે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલના બિછાનેથી રિન્કુબેને પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે તથા પરિવારના સભ્યો રવિવાર નિમિત્તે બહાર જમવા ગયા હતા અને જમ્યા બાદ તેમના પુત્રની રિક્ષામાં સંબંધીને મૂકવા જતા હતા ત્યારે નાણાવટી ચોકમાં એક કાર પાછળથી રિક્ષાને લગોલગ આવી જતાં રિન્કુબેને જોઇને ચલાવવાનું કહ્યું હતું તે સાથે જ કારમાંથી ચાર શખ્સ નીચે ઉતર્યા હતા અને રિન્કુબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો. માતાને બચાવવા વચ્ચે પડેલા કરણને પણ માર માર્યો હતો.

રાજકોટ, મંગળવાર, 26 ફેબ્રુઆરી, 2019

| 7
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો