તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.માં આજે એસ્ટેટની બેઠક, 6 મેગા પ્રોજેક્ટના પ્લાન-એસ્ટિમેટને કરાશે મંજૂર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુક્રવારે એસ્ટેટની બેઠક યોજાનાર છે જેમાં 6 મેગા પ્રોજેક્ટના પ્લાન-એસ્ટિમેટ સહિત કુલ 14 દરખાસ્તો કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્ત્વની વુમન્સ યોગ હોલ માટે રૂ.1 કરોડ, સ્પોર્ટસ હોસ્ટેલના બાંધકામ માટે રૂ.3,25,29000, નોન ટીચિંગ સ્ટાફના ક્વાર્ટરના બાંધકામ માટે રૂ.3,45,43,600, એક્સ્ટેશન અપગ્રેડેશન ઓફ કમ્પ્યૂટર સેન્ટરના બાંધકામ માટે રૂ.1,08,22,000, ઓપન એર સ્ટેજના બાંધકામ માટે રૂ.1,50,00,000 અને લાઇબ્રેરી બિલ્ડિંગના બાંધકામ માટે રૂ.6,97,00,000ના પ્લાન અને એસ્ટિમેટ મુકાયા છે.
આ ઉપરાંત આંકડાશાસ્ત્ર ભવનમાં સેમિનાર હોલના રિનોવેશન માટે રૂ.5,79,891, ન્યૂ કમ્બાઇન્ડ લેબોરેટરીના વધારાના કામ માટે રૂ.19,18,512, કેમ્પસ પર આવેલી તમામ ઓફિસો અને ભવનોમાં એસી મશીનનો વાર્ષિક કોમ્પ્રિહેસિવ કોન્ટ્રાક્ટ માટે રૂ.6,26,825, આંકડાશાસ્ત્ર ભવન માટે ઓર્નામેન્ટલ એમએસ ગ્રીલના ફેન્સિંગ કામ માટે રૂ.6,80,063, રિનોવેશન ઓફ ટોઇલેટ બ્લોક માટે રૂ.5 લાખ અને સીસીડીસી યુપીએસસી ટ્રેનિંગ સેન્ટર માટે 120 કેવીએના ડી.જી.સેટ માટે 12,86,700 મંજૂર કરવા દરખાસ્ત કરવામાં આવી છે. તેમજ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ભવન માટે ઓડિયો વિઝ્યુઅલ ઓડિટોરિયમનું થ્રીડી વિઝન પ્રેઝન્ટેશન માટે રૂ.120 લાખની ગ્રાન્ટ મંજૂર કરવા કરાયેલી દરખાસ્ત અંગે ચર્ચા વિચારણા કરાશે.

અન્ય સમાચારો પણ છે...