તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરાયામાં પતંગ ચગાવતો તરુણ ત્રીજા માળેથી પટકાતાં મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામના કાનજીભાઇ હેમંતભાઈ પરમાર નજીકમા આવેલા સરાયા ગામની પોલીપેકની ફેકટરીમા મજુરીકામ કરી પરીવારનુ પેટીયુ રળતા હતા અને સરાયા ગામે હાલ પરીવાર સાથે રહેતા હતા. તેમના બે માસુમ બાળક યશ (ઉ.12) અને ઉદય બંને ભાઈ ઘરના ત્રીજા માળે પતંગ ચગાવવા ચડ્યા હતા. બંને ભાઈ પતંગ ઉડાડવામા મશગુલ હતા એ દરમિયાન મોટો પુત્ર યશ અકસ્માતે અગાસી પરથી પગ લપસતા ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. નીચે પટકાતા માસુમ બાળકને ગંભીર ઈજા થતાં તાત્કાલીક સારવાર માટે પ્રથમ ટંકારા હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવારમાં બાળકે દમ તોડી દીધો હતો.

મૃતક યશના પિતા સફાઈ કામદાર તરીકે કામ કરે છે અને મૃતક યશ છઠ્ઠા ધોરણમાં ભણતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો