તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News A Grant Of Rs 226 Crore Has Been Approved For Development Works Including Road Road Hospital Chowk Bridge 073541

રોડ –રસ્તા, હોસ્પિટલ ચોક બ્રિજ સહિતના વિકાસકામ માટે 226 કરોડની ગ્રાન્ટ મંજૂર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

શહેરમાં ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ, સામાજિક આંતર માળખાકીય સુવિધાઓ, અર્બન મોબિલિટી, આઉટ ગ્રોથ વિસ્તારના કામો, મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિતની યોજના હેઠળ રાજકોટ શહેરમાં વિકાસ કામ માટે રૂ.226.35 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. રાજકોટમાં 33 કરોડના ખર્ચે રસ્તા, હોસ્પિટલ ચોક બ્રિજ સહિતના કામે કરવામાં આવશે.

મેયર બિનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે, રાજકોટમાં 25.47 કરોડના ખર્ચે પેવિંગ બ્લોક, 2.20 કરોડના નાકરાવાડી લેન્ડ ફિલ્ડ સાઇટ સેલ માટે, રૂ.3 કરોડ ઇસ્ટ ઝોન લાઇબ્રેરી, રૂ.5 કરોડ હેવી ડ્યૂટી ડીવોટરિંગ પમ્પ સેટ, 2 કરોડ મોડર્ન ટોઇલેટ, 43.03 કરોડ વોર્ડ નં.18માં વિકાસ કામેા માટે, રૂ.33 કરોડ ત્રણેય ઝોનમાં પેવર રસ્તા માટે, રૂ.20 કરોડ લક્ષ્મીનગર આંગણવાડી માટે રૂ.20 કરોડ હોસ્પિટલ ચોક ફ્લાયઓવર માટે, રૂ.5 કરોડ એસડબલ્યુએમ મશીનરી માટે, રૂ.12 કરોડ સાંઢિયા પુલથી હંસરાજનગર સુધી વોંકળો પાકો કરવા, રૂ.2.76 કરોડ નિર્મળા રોડ ફાયર સ્ટેશન માટે, 1.51 કરોડ વોર્ડ નં.9માં કોમ્યુનિટી હોલ, રૂ.1.19 કરોડ રૈયા ગેસ આધારિત-ઇલેક્ટ્રિક સ્મશાન તેમજ રૂપિયા 1.40 કરોડ રૂફ ટોપ પાવર પ્લાન્ટ માટે ફાળવણી કરવામાં આવી છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં વિકાસકામોની કામગીરી શરૂ કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...