• Gujarati News
  • National
  • Rajkot News A Further Rs 19 Crore Grant Of Agricultural Assistance Will Be Paid To The Farmers 071535

કૃષિ સહાયની વધુ 19 કરોડની ગ્રાંટ આવી, ખેડૂતોને ચૂકવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાલુ વર્ષે વધુ વરસાદ પડવાને કારણે ખેડૂતોને ઘણી નુકસાની પહોંચી છે. જેથી સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. જોકે ગ્રાંટના અભાવે રાજકોટના 20,000 ખેડૂત તેનાથી વંચિત રહી ગયા હતા. દિવ્ય ભાસ્કરે ખડૂતોના આંક તેમજ બાકી ગ્રાંટ સાથેનો અહેવાલ આપતા જ બીજા જ દિવસે ગ્રાંટ રિલીઝ કરાઈ હતી.

રાજકોટ જિલ્લામાં કૃષિ સહાય માટે 2 લાખ જેટલા ખેડૂતે અરજી કરી હતી. જેમાંથી 20,000 ખેડૂત બાકી રહ્યા હતા કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ગ્રાંટ ન આવતા કોઇ ખેડૂતોને ચૂકવણી થઇ શકી નથી. આ અંગેના અહેવાલ બાદ તુરંત જ કેન્દ્ર સરકાર તરફથી 19 કરોડ રૂપિયાની ગ્રાંટ રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવી છે. આ ગ્રાંટ આવતા જ જે બિલો બન્યા છે તેની વિગતો જિલ્લા ખેતીવાડી શાખાએ તુરંત જ તિજોરી કચેરીમાં મોકલી આપી છે. ત્યાંથી બિલ મંજૂર કરવાની કામગીરી તબક્કાવાર થશે અને 1000 ખેડૂતના ગ્રૂપ દીઠ સહાય ચૂકવાશે. જિલ્લા ખેતીવાડી અધિકારી આર.આર. ટીલવાના જણાવ્યા અનુસાર ગ્રાંટ આવી ગઈ છે અને બિલો પણ બની ગયા છે એક સપ્તાહની અંદર બાકીના ખેડૂતોને ચૂકવણી કરાશે.

ઈમ્પેક્ટ

ચૂકવણાનું કામ એક સપ્તાહમાં પૂરું કરાશે

20,000 ખેડૂત સહાયથી વંચિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...