તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છરી સાથે પકડાયેલા રીઢા ગુનેગારે 3 વાહન ચોરી કબૂલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેટ્રોલિંગ દરમિયાન પોલીસે છરી સાથે એક રીઢા ગુનેગારને પકડી પાડ્યો હતો. તેની આગવી ઢબે પૂછપરછ કરતા ત્રણ વાહન ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

નવાગામમાં આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતો ઇમરાન ઉર્ફે મુકેશ યુસુફભાઇ કસાઇ નામનો શખ્સ દોઢસો ફૂટ રિંગ રોડ, નાણાવટી ચોક પાસે છરી સાથે આંટાફેરા કરતો હોવાની પેટ્રોલિંગ કરી રહેલી ગાંધીગ્રામ પોલીસને માહિતી મળી હતી. જેના આધારે તુરંત નાણાવટી ચોક પહોંચી ઇમરાન ઉર્ફે મુકેશને પોલીસે છરી સાથે ઝડપી લીધો હતો. પકડાયેલો ઇમરાન અગાઉ રાજકોટ ઉપરાંત જૂનાગઢ, ગોંડલ પોલીસમાં નવ વાહન ચોરીમાં પકડાઇ ચૂકેલો હોય તેની આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી.

પૂછપરછમાં પોપટ બની ગયેલા ઇમરાન ઉર્ફે મુકેશે રાજકોટના બહુમાળી ભવનમાંથી, ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી અને જૂનાગઢ શહેરમાંથી એમ ત્રણ વાહન ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો