તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેડીનાકા પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

ચોમાસ દરમિયાન આજી નદી કાંઠા વિસ્તારમાં દીવાલનું ધોવાણ થયું હતું તેની સાથે જમીનનું પણ ધોવાણ થતા જમીનમાં રહેલી પાણીની લાઇન બહાર આવી ગઇ હતી. જેના પગલે પ્રેશર વધવાથી બેડીનાકા નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું. વોટરવર્કસ શાખાના ઇજનેરે જણાવ્યું હતું કે, પાણીની લાઇન તૂટી તે પહેલાં જ પીવાનું પાણી વિતરણ થયું હતું જેથી પાઇપમાં રહેલા પાણીનો જ બગાડ થયો હતો અને વિતરણ વ્યવસ્થા ઉપર કોઇ અરસ થઇ નથી. તૂટેલી લાઇન તુરંત રિપેર કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...