• Gujarati News
  • National
  • Rajkot News 943 The Enthusiasm For The Nomination Of My Fm39s Geo Dilsey Awards 072056

94.3 માય એફએમના જિયો દિલસે અવૉર્ડ્સના નોમિનેશન્સમાં લોકોનો ઉત્સાહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એવા લોકો કે જે વગર સ્વાર્થે સમાજની સુધારણામાં લાગેલા છે તેમના સન્માન માટે આ વર્ષે ફરી જિયો દિલસે અવૉર્ડ્સ સિઝન-8નું આયોજન માય એફએમ કરી રહ્યું છે. શહેરમાં 94.3 માય એફએમના જિયો દિલસે અવૉર્ડ્સને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, લોકો પોતપોતાનાં હીરોઝને નોમિનેટ કરી રહ્યા છે. અવૉર્ડ્સ એજ્યુકેશન,ચાઈલ્ડ કેર, સ્પોર્ટ્સ, પર્યાવરણ, હેલ્થ, આર્ટ એન્ડ કલ્ચર, ઈકોનોમિક વેલ્ફેર, ટેક્નોલોજી અને વુમન વેલ્ફેર જેવી 9 કેટેગરીમાં અપાશે.

જો કોઈ આ ક્ષેત્રોમાં કામ કરી રહ્યું હોય તેવું તમને લાગે તો જિયો દિલસે અવૉર્ડ્સ માટે તમે એમને નોમિનેટ કરી શકો છો. માય એફએમની વેબસાઈટ www.myfmindia.com/jiyodilseawards પર જઈને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. આ ફોર્મ અનમોલ કોમ્પ્લેક્સ ખાતે સાધુવાસવાણી રોડ સ્થિત માય એફએમ ઓફિસથી પણ મળી શકે છે. નોમિનેશન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી છે. વધુ જાણકારી માટે સાંભળતા રહો 94.3 માય એફએમ.

અન્ય સમાચારો પણ છે...