તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Ph.Dની પરીક્ષામાં 706 ઉમેદવાર રહ્યા ગેરહાજર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શનિવારે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમના કારણે વિદ્યાર્થીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. પીએચ.ડી.ની પરીક્ષા માટે 2547 ઉમેદવારે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 1841 હાજર અને 706 ગેરહાજર રહ્યા હતા. પીએચ.ડી.ની એન્ટ્રન્સ ટેસ્ટ ત્રણ શેડ્યૂલમાં આત્મીય યુનિવર્સિટીમાં લેવામાંં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાફ અને અધ્યાપકોના શાલીન વર્તન સામે આત્મીય યુનિવર્સિટીના સ્ટાફે ઉમેદવારો સામે ઉદ્ધત વર્તન કરતા ભારે રોષ વ્યાપી ગયો હતો.

પીએચ.ડી.ની એન્ટ્રન્સ ટેસ્ટમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ નાપાસ થયાની વિગતો સાંપડે છે. મોડીરાત સુધી પરિણામો તૈયાર થયા ન હતા. અન્ય યુનિવર્સિટીઓમાં પીએચ.ડી.ની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ દાખલ કરવામાં આવી ન હતી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ વર્ષે શા માટે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ દાખલ કરાઇ તે બાબતે અનેક સવાલો ઊઠી રહ્યા છે. જો પાસિંગનું ધોરણ નીચું લઇ જવામાં નહીં આવે તો મોટાભાગની ફેકલ્ટીમાં જગ્યા ખાલી રહેવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...