જાહેરનામા ભંગના 32 ગુનામાં 51ની અટકાયત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક મહામારીને પગલે શહેરમાં લોકડાઉન જાહેર કરી શહેરીજનોને તેમના ઘરમાં રહેવા તંત્રે અપીલ કરી જુદા જુદા જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે. તેમ છતાં કેટલાક લોકો આ મહામારીની તેમજ તંત્રના જાહેરનામાની અવગણના કરી રહ્યાં છે. લોકડાઉન વચ્ચે પણ લોકો શહેરમાં બેરોકટોક બહાર નીકળી પડતા હોય પોલીસે ન છૂટકે કડક કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે પોલીસે જુદા જુદા જાહેરનામાનો ભંગ કરવા અંગેના 32 ગુના નોંધી 51 લોકોની અટકાયત કરી કાર્યવાહી કરી છે.

શહેરભરના તમામ પોલીસમથકમાં આઇપીસી 269, જીપી એક્ટ 135 અંતર્ગત નોંધાયેલા 32 ગુનામાં 17 શખ્સો એવા હતા કે જેઓ લોકડાઉન વચ્ચે પણ શહેરમાં લટાર મારવા નીકળ્યાં હતા, પરંતુ પોલીસની નજરે ચડી જતા લોકઅપ જોવાનો વખત આવ્યો હતો. મહામારીને કારણે ત્રણથી વધુ લોકોને ભેગા ન થવા અંગેના જાહેરનામાનો ભંગ કરતા ચાર સ્થળેથી 18 શખ્સોને કાયદાનું જ્ઞાન કરાવ્યું હતું. લોકડાઉનમાં દુકાન ખુલ્લી રાખનાર છ વેપારીઓ સામે પણ પોલીસે લાલ આંખ કરી કાર્યવાહી કરી હતી. જાહેરમાં ઝઘડો કરી રહેલા 4 શખ્સ પણ પોલીસ સકંજામાં સપડાયા હતા.

સમાજના દુશ્મન નહીં પ્રેરણાદાયી બનો
અન્ય સમાચારો પણ છે...