500 મહિલા ઉદ્યોગકાર 5 હજાર બહેનોને આપે છે રોજગારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં 10 હજારથી વધુ વેપારીઓ અને ઉદ્યોગકારો છે. જેમાં 500થી વધુ મહિલા છે. આ મહિલા ઉદ્યોગકારો પોતાના વ્યવસાય થકી 5 હજાર વધુ બહેનોને રોજગારી આપે છે. રાજકોટમાં સૌથી વધુ મહિલા એફ.એમ.સી.જી અને કિચનવેર ક્ષેત્ર થકી રોજગારી મેળવી રહી છે, જ્યારે વ્યવસાયમાં હેન્ડિક્રાફ્ટ, ઈમિટેશન,ગૃહ ઉદ્યોગ, ખાખરા, પાપડ અને પરંપરાગત ઉદ્યોગોનું સંચાલન બહેનો કરી રહી છે. અહીં જે બહેનો વસ્તુનું ઉત્પાદન કરે છે. તેનું એક્સપોર્ટ દેશ-વિદેશમાં પણ જોવા મળે છે. ફોર્જિંગ, ફાઉન્ડ્રી તેમજ ઓટોમોબાઈલ જેવી ઈન્ડસ્ટ્રીમાં આંગળીની વેઢ ગણી શકાય તેટલી મહિલા છે. મહિલા ઉદ્યોગકારોની સંખ્યા છેલ્લા 5 વરસમાં વધી છે.

બીજી તરફમાં શહેરમાં લઘુઉદ્યોગ તેમજ ગૃહઉદ્યોગમાં પણ અનેક મહિલાઓ આવક રળી પરિવારને મદદરૂપ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...