ચૂંટણીની મતગણતરી માટે કાલે 500 કર્મીને તાલીમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

લોકસભાની ચૂંટણીની મતગણતરી આગામી 23મીએ યોજાનાર છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તેની તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને તેના ભાગરૂપે આગામી તા.13ને સોમવારે હેમુ ગઢવી હોલ ખાતે 500 જેટલા કર્મચારીઓનો તાલીમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મતગણતરી અંગેની તમામ તૈયારી 17મી સુધીમાં પૂર્ણ કરી દેવા આદેશ થયો છે.

રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ લોકસભાની ચૂંટણીની મતગણતરીમાં આ વખતે જીનેશીસ સોફ્ટવેરના બદલે સુવિધા સોફ્ટવેર ઉપયોગમાં લેવાશે.

લોકસભાની ચૂંટણીમાં વિધાનસભા વાઇઝ પાંચ-પાંચ મતદાન મથકોના ઇવીએમ સાથે વીવીપેટના મતોની ગણતરી કરવાની હોય પરિણામ અંદાજે 2 થી 3 કલાક મોડું પડશે. જોકે પરિણામનું ચિત્ર બપોર સુધીમાં સ્પષ્ટ થઇ જશે.

આ ઉપરાંત જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણી શાખાને વિધાનસભા વાઇઝ થયેલા ચૂંટણી ખર્ચનો હિસાબ તૈયાર કરવા આદેશ કરાયો છે, તેમજ મતગણતરી કેન્દ્રમાં મંડપ, લાઇટ, ખુરશી, પાણી, એલઇડી સ્ક્રીન, પ્રોજેક્ટર, કમ્પ્યૂટર અને બેરિકેડ સહિતની તમામ સુવિધા 17મી સુધીમાં પૂરી કરી લેવા તાકીદ કરાઇ છે, તેમજ 19મી સુધીમાં કલેક્ટરને ચેકિંગ કરી રિપોર્ટ કરવા ચૂંટણીપંચે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...