તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરના કૃષ્ણનગર, મોચીબજારમાં નોનવેજનું વેચાણ કરતા 5 પકડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસને પગલે લોકોને સુરક્ષિત રહેવા માટે ઘરની બહાર ન નીકળવા તંત્રે અનુરોધ કર્યો છે. તેમ છતાં લોકો તેમની જિંદગીને જોખમમાં મૂકી લોકડાઉન સમયે શહેરમાં કોઇ કારણ વગર લટાર મારવા નીકળી પડે છે. ત્યારે લોકડાઉનના પાંચમા દિવસે જુદા જુદા જાહેરનામા ભંગ અંગેના 45 ગુના નોંધી કાર્યવાહી કરી છે. હાલની સ્થિતિ મુજબ શહેરમાં માંસ-મટનના વેચાણ ઉપર પણ પ્રતિબંધ કરી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. તેમ છતાં શહેરના કૃષ્ણપરા અને મોચીબજારમાં બેરોકટોક જાહેરનામાનો ભંગ કરી માંસ-મટનનું વેચાણ કરતા પાંચ શખ્સ મળી આવતા તેમની સામે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોઇ કામ વગર ફરવા નીકળી સમાજના દુશ્મન બનેલા 37 શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. તેમજ દુકાન ખુલ્લી રાખનાર ત્રણ વેપારી અને જાહેરમાં જુદી જુદી વસ્તુઓનું વેચાણ કરી લોકોની ભીડ એકઠી કરનાર બે શખ્સ સામે જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી અટકાયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...