તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીનના ધંધાર્થીના ઘરમાંથી 4.56 લાખની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં રહેતો ટાંક પરિવાર અમદાવાદ ગયો હતો અને કામ પૂરું કર્યા બાદ અમદાવાદ રહેતા તેમના બહેનના ઘરે એક દિવસ રોકાયા હતા અને તા.10ના પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાંથી વલ્લભાઇએ રતન સાંઇને ફોન કર્યો હતો પરંતું તેણે ફોન ઉપાડ્યો નહોતો. સંતોષ ડેરીમાંથી દૂધ અને છાશ આવતા હોવાથી વલ્લભાઇએ ડેરી સંચાલકને ફોન કરતા તેણે આજે દૂધ લેવા કોઇ આવ્યું નથી તેમ કહેતા વલ્લભભાઇને શંકાનો કિડો સળવળ્યો હતો અને કોઠારિયા રોડ પર રહેતા તેમના ભાણેજ ભરતભાઇ અને ગીરીશભાઇને ફોન કરી ઘરે જઇ તપાસ કરવાનું કહેતા બારી તોડી ત્યાંથી બેડરૂમમાં જઇ તિજોરીમાંથી ચાંદીના દાગીના રોકડ અને ડોલર સહિત કુલ રૂ.4,56,500ની ચોરી થયાની જાણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...