• Gujarati News
  • National
  • Rajkot News 4 Persons Burned Grass With The Intention Of Expelling Their Daughter 065535

પુત્રીને ભગાડી જવાના મનદુ:ખથી 4 શખ્સે ઘાસચારો સળગાવી નાખ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ તાલુકાના ભાયાસર ગામે જુના મનદુ:ખમાં ઘાસચારો સળગાવી દીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ ભાયાસર ગામે રહેતા લખમણભાઇ વીભાભાઇ ભાલારા નામના પ્રૌઢે ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે રાજપરા ગામના પોપટ કોળી, જયસુખ કોળી, વિજય કોળી અને એક અજાણ્યા શખ્સ સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, અગાઉ ભત્રીજો જીણાભાઇ સથવાડિયા આરોપી પોપટ કોળીની દીકરીને ભગાડી ગયો હતો. જે વાતથી મનદુ:ખ ચાલતું હોય યુવતીના પિતા સહિત કુલ ચાર શખ્સે ગામની સીમમાં આવેલી વાડીની ઓરડી તેમજ બહાર રાખેલો સૂકો ઘાસચારાનો જથ્થો સળગાવી નાસી ગયા હતા. આ બનાવ અંગેની ફરિયાદ મળતા આજી ડેમ પોલીસમથકના હેડ કોન્સટેબલ મનહરસિંહે ગુનો નોંધી ચારેય શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...