તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘તમે બીજાને ચેપ લગાડશો, તમે ઘરે રહો તે મોટી સેવા છે’

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં લોકડાઉનના કારણે હજારો પરિવારો હજુ પણ ભૂખ્યા સૂવે છે. ઘંટેશ્વર સામે 25 વારિયા પ્લોટમાં રહેતા 400 જેટલા મારવાડી પરિવારને અનાજની કિટનું વિતરણ કરવા માગતાં અનમોલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ નવી કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પાસ કઢાવવા જતા તેમને અધિકારીઓનો કડવો અનુભવ થયો હતો. અધિકારીઓએ સેવાભાવી લોકોને ‘તમે બીજાને ચેપ લગાડશો, તમે ઘરમાં રહો તે જ મોટી સેવા છે’ કહી અપમાનિત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે બાદમાં પુરવઠા વિભાગના અધિકારી દેસાઇને મળતા તેઓએ સિસ્ટમ ગોઠવી આપી હતી અને બે પાસ કઢાવવાની વ્યવસ્થા કરી દીધી હતી.

અનમોલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ જીતુભાઇએ જણાવ્યું હતું કે, અમે ઘંટેશ્વર આસપાસ રહેતા 400 ગરીબ પરિવાર માટે અનાજની કિટ બનાવી છે અને તેનું વિતરણ કરવા પાસ
કઢાવવા જનસેવા કેન્દ્રમાં ગયા હતા ત્યારે પૂછપરછના કાઉન્ટર
પર બેઠેલા બે અધિકારીઓએ ન શોભે તેવું વર્તન કર્યું હતું અને ‘તમારા ઘર પાસે રહેતા હોય તો સેવા કરોને, તમે બીજાને પણ ચેપ લગાડશો, તમે ઘરે રહો તે જ
મોટી સેવા છે’ તેમ કહી અપમાનિત કર્યા હતા.

બાદમાં જનસેવા કેન્દ્રના અધિકારી ગોસાઇએ પુરવઠા કચેરીમાં દેસાઇને મળવાનું કહેતા તેમને રજૂઆત કરી હતી અને તેમણે બે પાસ કઢાવવાની પ્રોસિજર
કરાવી હતી.

જનસેવા કેન્દ્રમાં અનાજ વિતરણ માટે પાસ કઢાવવા ગયેલા સેવાભાવી સાથે બેહુદું વર્તન

અરજદારને અધિકારીનો ઉદ્ધત જવાબ
અન્ય સમાચારો પણ છે...