તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News 39commissioner Talks About Going Out Into The Field If Public Slaughter Comes39 072623

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘કમિશનરે ફિલ્ડમાં નીકળવાની વાતો કરી છે તો આવે જાહેરમાં ચાલતા કતલખાના જોવા’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

મ્યુનિસિપલ કમિશનરે ઉદિત અગ્રવાલે જ્યારે રાજકોટમાં ચાર્જ સંભાળ્યો ત્યારે કહ્યું હતું કે, હું ઓફિસમાં બેસીશ નહીં પરંતુ ફિલ્ડમાં ફરીશ અને કામ કરીશ. ત્યારે રાજકોટના એક સિનિયર સિટિઝને કમિશનરને પત્ર લખી યાદ કરાવ્યું કે આપે ફિલ્ડમાં ફરવાની વાત કરી હતી તો એક વખત મોચીબજારમાં ચાલતું ખુલ્લેઆમ કતલખાનું જોવા આવો. આ કતલખાનું અટકાવવામાં નહીં આવે તો ગુમાનસિંહજી શોપિંગ સેન્ટરમાં પશુઓની કતલ પણ થશે.

રેલનગરમાં રહેતા ગોરધન ચાવડા નામના સિનિયર સિટિઝને કમિશનરને પત્ર લખી યાદ કરાવ્યું કે, આપ જો ફિલ્ડમાં જવા ઇચ્છુક હોય તો મોચીબજાર કૃષ્ણપરામાં ગેરકાયદેસર કતલખાનું ચાલી રહ્યું છે. હવે આ કતલખાનું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. રવિવારે સવારે 10 થી 12 દરમિયાન જો અહીં મુલાકાત લેવામાં આવે તો જોવા મળશે કે કેટલી ગંદકી જોવા મળે છે. કતલખાનું અટકાવવામાં નહીં આવે તો ગુમાનસિંહજી શોપિંગ સેન્ટર અંદર પ્રવેશી જશે. આ ઉપરાંત શહેરમાં મધ્યમાં આવેલી બજારો પરાબજાર, ગોળપીઠ, દાણાપીઠ, ધર્મેન્દ્ર રોડ સહિતના રોડ પર થ્રી વ્હિલર લઇ જવા પર પ્રતિબંધ છે આમ છતાં ત્યાં થ્રી વ્હિલરો જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો