તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી જાહેર થયા બાદ રોજ 30 લાખનો પકડાય છે દારૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં બીજા રાજ્યોમાંથી મોટાપાયે દારૂ ઘૂસાડવામાં આવે છે. ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતમાંથી સરેરાશ રોજનો 30 લાખ રૂપિયાનો દારૂ પકડાય છે.

10મી માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ અને આચારસંહિતા અમલમાં આવી ત્યારથી આજસુધીના એક મહિનામાં પોલીસે કુલ 9.03 કરોડનો 3.14 લાખ લિટર દારૂ પકડ્યો છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલીક્રિષ્નાએ કહ્યું કે આવકવેરા વિભાગ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમે મળીને કુલ 5.43 કરોડની રોકડ જપ્ત કરી છે. રાજકોટની આંગડિયા પેઢી આર.સી.એન્ટરપ્રાઇઝ પાસેથી ગઇકાલે 1.14 કરોડની રોકડ સીઝ કરાઇ છે. 51,938 હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા લેવાયા છે.

આચારસંહિતા ભંગની કુલ 101 ફરિયાદો ચૂંટણી પંચને મળી છે જ્યારે સી-વિજિલ એપ્લિકેશનમાં 650 ફરિયાદો મળી છે તે પૈકી 141 ફરિયાદો ડ્રોપ કરાઇ છે જ્યારે 409 ફરિયાદોનો નિકાલ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...